- ઉના . સંભવીત ૪ અથવા ૫ જુને વેરાવળ પહોંચશે. ધારાસભ્ય કે.સી.રાઠોડનાં પ્રયત્નોને વધુ એક સફળતા
- માછીમાર પરિવારોમાં ખુશીનો માહોલ, ૨૦૦ પૈકી ૧૦૦ ઉના પંથકના માછીમારો મુકત…
@ કાર્તિક વાજા ઊના
ઊનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા પોતાના કામ બાબતે પ્રથમ અગ્રતા આપીને ઉના-ગીરગઢડા તાલુકાના માછીમાર ભાઈઓ છેલ્લા ત્રણ થી પાંચ વર્ષથી પાકિસ્તાન જેલમાં કેદ હતા. તેવા માછીમાર ભાઈઓ અને પરીવારોની વેદનાને વાચા આપવા અને આવા માછીમાર ભાઈઓ વહેલી તકે વતન પરત ફરે તે માટે કેન્દ્ર સરકારમાં અસ૨કા૨ક ૨જુઆત ક૨વા માટે માછીમા૨ પરીવારોનું એક સંમેલન માધવબાગ વાડી–ઉના ખાતે યોજેલ હતું. અને તેમાં માછીમા૨ પરીવારોને દરેક પ્રકારે સહાયરૂપ થવા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે જાહેરાત કરેલ હતી. પાકિસ્તાન જેલમાં કેદ સૌથી વધુ ઉના તથા ગીરગઢડા તાલુકાના માછીમારો વહેલી તકે મુકત થઈને પોતાના વતન ૫૨ત ફરે તે માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, વિદેશ મંત્રી એસ.જયશંકર તેમજ કેન્દ્રીય મંત્રી ૫૨શોતમભાઈ રૂપાલાને એક સંવેદનશીલ રજુઆત કરેલ હતી. જે બાબતે કેન્દ્ર સરકારે પણ ગંભીરતા લઈને જરૂરી પ્રકીયા હાથ ધરેલ હતી. જેનાં પરીણામ સ્વરૂપ ગત તા.૧૫ મે ના રોજ ગુજરાત સહીત ભારતના કુલ ૧૯૯ માછીમારો પાક. જેલ માંથી મુકત થઈને વતન પરત ફરેલ હતા. તે સિવાય પાક. જેલમાં બાકી ૨હેલ માછીમારોને પણ મુકત કરવા માટે સઘન પ્રયાસો હાથ ધ૨વામાં આવેલ હતા. તેને પણ સફળતા પ્રાપ્ત થયેલ છે. અને આવતી કાલે ૨-જુન ના રોજ ગુજરાત સહીત દેશના વધુ ૨૦૦ માછીમારો પાક. જેલ માંથી મુકત થઈને અમૃતસ૨ વાઘા બોર્ડરે પહોંચનાર છે. અને સંભવીત આગામી ૪ અથવા ૫ જુનના રોજ આ માછીમારો વેરાવળ ફીશરીઝ કચેરીએ પહોંચશે. ફરી મુકત થતા ૨૦૦ માછીમારોમાં અડધા એટલે ૧૦૦ માછીમારો તો ફકત ઉના ગીરગઢડા તાલુકાના હોય આ વાત સાંભળવા મળતાજ ઉના પંથકના માછીમાર પરીવારોમાં હર્ષની લાગણી છે. અને ઊના ગીરગઢડા તાલુકાના માછીમાર પરીવારજનોએ ધારાસભ્ય કે.સી.રોઠોડનો આભાર વ્યકત કર્યો.