અમો પાટણના ગાયકવાડી રાજ બનેલ અને કોતરણી શિલ્પકળા સમું બેનમૂન મંદિર એટલે છત્ર પતેશ્વર મહાદેવ જે 248 વર્ષ જૂનું અને ભાવિક ભક્તો માટે આસ્થાના પ્રતીક સમાન મંદિર છે. જ્યા ભક્તો આજે પણ સેવા પૂજા માટે આવે છે.
ઈ.સ. 1773 માં વડોદરા સ્ટેટના રાજા દમાજીરાવ ગાયકવાડએ આ મંદિર બનાવવાની શરૂઆત કરી હતી. આ મંદિર જમીન થી 20 ફૂટ નીચે બાંધકામ કર્યું હતું અને અહીં ભગવાન શિવલિંગનું સ્થાપન કરી ને છત્ર પતેશ્વર નામ આપ્યું હતું.
આ મંદિરમાં શિવલિંગની સ્થાપના પછી મંદિર બનાવવા માટે તેમને પથ્થરોમાં સરસ મજાની કોતરણી અને શિલ્પ સ્થાપત્ય કોતરાવ્યા હતા. અહીં 36 સ્થંભ પર ગુંબજ આજે પણ અકબંધ અને ટકેલો જોવા મળે છે આ સ્થંભોમાં પણ સુંદર મજાની સુંદરીઓની મૂર્તિ કોતરવામાં આવી છે. જે 1200 વર્ષ પહેલા બનેલ રાણીની વાવના શિલ્પ સ્થાપત્યની છાપ જોવા મળે છે.
દામાજીરાવ બાગમાં આવેલ આ છત્ર પતેશ્વર મંદિરમાં શિવ પરિવારની સ્થાપના કરવામાં આવી છે. આ એક માત્ર મંદિર છે જ્યા કાર્તિકેય ભગવાનની મૂર્તિ છે અને કાર્તિકેય ભગવાનની મૂર્તિ સાથેનું એક માત્ર મંદિર પાટણમાં છે. કાર્તિકેય ભગવાનને હાલ સફેદ વસ્ત્ર થી ઢાંકી દેવામાં આવ્યા છે અને આ મૂર્તિ વર્ષ માં એક માત્ર કાર્તિકી પૂનમે જ દર્શન માટે ગોખ ખોલવામાં આવે છે.
હાલ શ્રાવણ માસ હોઈ અહીં ભક્તો શિવની પૂજા કરવા માટે વિશેષ આવે છે હાલ અહીં ભગવાનને બીલી પત્ર અને દૂધ પાણીનો અભિષેક તેમજ આરતી પૂજા કરવામાં આવે છે. 248 વર્ષ થવા છતાં આ મંદિરની એક કાંગરી પણ ખરી નથી અહીં વાર તહેવારે ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે.
બરોડાના ગાયકવાડી પરિવાર દ્વારા આજે પણ મંદિરનો વહીવટ ચાલી રહયો છે
કદાચ આ એક માત્ર મંદિર છે જે શિવજીનો પૂરો પરિવાર સ્થાપિત છે અન્યથા મોટા ભાગના મંદિરોમાં શિવ પાર્વતી અને ગણેશજીની મૂર્તિ હોય છે આજે શ્રાવણનો પ્રથમ દિવસ છે શિવજીની કથા સાથે સાથે તેમના પુત્ર કાર્તિકેયને પણ યાદ કર્યા છે.
પાટણ શહેરના દામાજીરાવ બાગ ખાતે આવેલા શ્રી છત્ર પતેશ્વર મહાદેવ મંદિર ખાતે બિરાજમાન શ્રી કાર્તિકી સ્વામીનું મંદિર કારતક સુદ પૂનમના દિવસે ફક્ત એક દિવસ માટે દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવે છે. કાર્તિકી પૂનમના રોજ સૌભાગ્યવતી સ્ત્રી દર્શન કરે તો તેને અખંડ સૌભાગ્યવતી નું સુખ પ્રાપ્ત થાય છે અને વિધવા સ્ત્રી દર્શન કરે તો તેને અખંડ ભક્તિ પ્રાપ્ત થાય છે.
તેવી જ રીતે કાર્તિકી પૂનમના દિવસે વિદ્યાર્થીઓ દ્વારા કાર્તિકે સ્વામીની પૂજા અર્ચના કરવામાં આવે તો તેને પૂર્ણ વિદ્યા પ્રાપ્ત થાય છે ક્યારે વેપારીઓ ને ધંધા-રોજગારમાં બરકત મળે છે અને ધનની પ્રાપ્તિ થાય છે તો રોગીને રોગમુક્ત દેવાદારને ઋણમુક્ત નો ફળ પ્રાપ્ત થાય છે.
કાર્તિકી પૂનમના દિવસે પાટણ સ્થિત ગુજરાતનું એક માત્ર કાર્તિકે સ્વામી મંદિર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખુલ્લુ મુકવામાં આવશે આ પ્રસંગે ભગવાનને આંગી કરવામાં આવે છે.
તેમજ ભગવાનના સાનિધ્યમાં ભાગ્યેજ જોવા મળે તેવા સ્કંધ યાગનું આયોજન પણ કરવામાં આવતું હોય છે આ પ્રસંગે ભગવાનને સુંદર મજાની આંગી શણગાર અને પ્રસાદનો ભોગ પણ ધરાવવામાં આવે છે તો પાટણ શહેરની ધર્મ પ્રેમી જનતાને વર્ષમાં એક વખત દર્શન આપતા ભગવાન કાર્તિક સ્વામીના મંદિરે મેળો ભરાય છે. કાર્તિક પૂર્ણિમા હિન્દૂ ધર્મ ની 12 પૂનમ ની પ્રથમ પૂનમ હોય છે.
પૂનમનો ઇતિહાસ કાર્તિકેય ભગવાન સાથે જોડાયેલ છે કાર્તિક ભગવાનનું મંદિર ગુજરાતમાં જવલ્લેજ જોવા મળે છે તેમાં નું ઐતિહાસિક શહેર પાટણ માં આવેલ છત્ર પતેશ્વર મંદિરમાં આવેલ ભગવાન કાર્તિકેય નું મંદિર આજના દિવસે વર્ષ માં એકજ વખત ભક્તો માટે ખુલે છે પાટણ ના આ મંદિર નો ઇતિહાસ લગભગ 250 વર્ષ જૂનો છે
પાટણ માં આવેલ આ કાર્તિકેય મંદિર માં ધાર્મિક કાર્યક્મ નું આયોજન થતું હોય છે વહેલી સવારે ભગવાન કાર્તિકેય ની મૂર્તિ પરથી સફેદ વસ્ત્ર હટાવી ને તેમનું પૂજન કરવા માં આવે છે દિવસ દરમ્યાન વિવિધ કાર્યક્રમ યોજાયાતા હોય છે.
ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે આવતા હોય છે.
કાર્તિકયે ભગવાનના વર્ષમાં એક વખત દર્શન આપવા પાછળનો ઇતિહાસ જોઈએ તો શિવ અને પાર્વતી એ ગણેશ અને કાર્તિકયેને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જણાવ્યું ત્યારે કાર્તિકયે પોતાના મોરપંખ વાહન લઈ ને માત્ર 3 દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવ્યા હતા. જોકે ગણેશજીનું ભારેખમ શરીર અને તેમનું વાહન ઉંદર હોઈ તેઓ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા અસમર્થ હતા. આથી તેમણે શિવ પાર્વતીની પ્રદક્ષિણા કરતા માતા-પિતાએ ગણેશજીના વખાણ કરતા કાર્તિકયેને ખોટું લાગ્યું હતું અને તેઓ આજીવન કુંવારા અને કોઈપણ સ્ત્રીના દર્શન નહિ આપે તેવું નિયમ લીધો હતો. જોકે શિવજી એ કાર્તિકયે ને સમજાવ્યા હતા બાદમાં માત્ર કાર્તિકેય પૂનમે તેઓ સ્ત્રીઓને દર્શન આપશે તેથી જ અહીં કાર્તિકયે ભગવાન માત્ર પૂનમના દિવસે દર્શન આપે છે.
પાટણમાં આવેલ આ મંદિરમાં શંકર ભગવાનનો સંપૂર્ણ પરિવાર હોય તેવું આ એક માત્ર મંદિર છે. સૂર્યાસ્તના સમયે ભગવાનની મૂર્તિ ને સફેદ વસ્ત્ર થી ઢાંકી દેવામાં આવશે અને સ્ત્રીઓ માટે દર્શન પર પ્રતિબંધ મૂકવા માં આવશે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8