જૂનાગઢ પોલીસના ચકચારી એકાઉન્ટ ફ્રીઝ અને તોડકાંડ કેસમાં સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. PI તરલ ભટ્ટને જૂનગાઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. ગુજરાત ATSએ આ સમગ્ર કેસની તપાસ માટે PI તરલ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. બંને પક્ષોની દલીલને આધારે બપોર પછી સુનાવણી કરતા કોર્ટે PI તરલ ભટ્ટના તારીખ 7 ફેબ્રુઆરી સુધીના એટલે કે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ગુજરાત ATSએ 14 દિવસના રિમાન્ડ માટે આ કારણો રજૂ કર્યા હતા
1. તરલ ભટ્ટે LCB જુનાગઢના પ્રોહિ, જુગારની ડ્રાઇવ અંગેના મેસેજનો ખોટો આધાર લઇ ક્રિકેટના સટ્ટા બેટીંગનો પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડતા કેટલાક ઇસમોના બેંક એકાઉન્ટો ફ્રીઝ કરાવી તેઓને ધાક ધમકી આપી તેઓ પાસેથી તેઓના બેંકમાં જમા રકમના ૪૦% થી ૫૦% રકમ પડાવી લેવાનું ગુનાહીત કાવતરુ રચેલ અને આ કાવતરુ પાર પાડવાના ભાગ રૂપે તેઓએ જુદા જુદા ઇસમોના જુદી જુદી બેંકોના આશરે કુલ ૩૮૬ જેટલા બેંક એકાઉન્ટો ફ્રીઝ કરાવેલ હતા. જેથી આ ગુનાના ગુનાહિત કાવતરામાં તેઓની સાથે બીજા કોણ કોણ ઇસમો સંડોવાયેલ છે ? તેમજ આ ગુનાહિત કાવતરુ કયારે અને કઇ જગ્યાએ રચેલ હતુ? તે હકીકત જાણવા સારૂ.
2. આ ગુનાના આરોપીઓનો ઇરાદો પ્રથમથી જ બેંક એકાઉન્ટ ધારકો પાસેથી તેઓના ખાતામાં જમા રકમના ૪૦% થી ૫૦% રકમ પડાવી લેવાનો હતો જેથી આ ગુનાના કામે ફ્રીઝ કરેલ ૩૬૦ જેટલા બેંક એકાઉન્ટોની માહિતી તેઓએ કોની પાસેથી મેળવેલ હતી. તેમજ તેઓએ આ ફ્રીઝ કરેલ બેંક એકાઉન્ટોના ડેટા અનઓથોરાઇઝ્ડ એક્સેસ કરીને મેળવેલ હોય આ ડેટા તેઓએ કયાંથી મેળવેલ હતા તે જાણવુ ખુબ જ જરૂરી છે અને આ હકીકત જાણવા મળે તો આ ગુનાના મુળ સુંધી પહોંચી શકાય તેમ છે.
3. આરોપીએ સાયબર ક્રાઇમ સેલ, જુનાગઢની કચેરીમાંથી એકાઉન્ટ ફ્રીઝ કરેલ બેંકો તરફથી આવેલ બેંક સ્ટેટમેન્ટ તથા KYC વિગેરેની માહિતી પોતાની પેન ડ્રાઇવમાં લઇ ગયેલ હતા. ત્યાર બાદ તેઓ ફરીથી સાયબર ક્રાઇમ સેલ, જુનાગઢની કચેરીમાંથી એકાઉન્ટ ફ્રીઝ કરેલ હતા તે પૈકી કેટલાક બેંક ધારકોના ફોન આવેલ હતા તેની માહિતી પોતાની પેન ડ્રાઇવમાં લઇ ગયેલ હતા તે બન્ને પેન ડ્રાઇવ કયાં સંતાડેલ છે? તે હકીકત જાણી કબ્જે કરવા સારુ. તેમજ આ ડેટા લઇ તેમને શું કર્યું? તે બાબતે તપાસ કરવા સારુ.
4. આરોપીઓએ ફ્રીઝ કરેલ બેંક એકાઉન્ટ હોલ્ડરો પૈકી સાહેદ કાર્તિક ભંડારીનું બેંક એકાઉન્ટ જેમાં રૂ. ૫૫,૩૩,૩૧૬/- જમા બેલેન્સ હતુ અને તે બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે તેને FIR કરી ઇ.ડી. માં જાણ કરવાની ધાક ધમકી આપી રૂ. ૨૫ લાખની લાંચની રકમની માંગણી કરેલ હતી. જેથી તેઓએ ફ્રીઝ કરેલ અન્ય કોઇ બેંક એકાઉન્ટ ધારકો પાસેથી લાંચની રકમ મેળવેલ હતી કે કેમ? અગર તો લાંચની રકમ માંગેલ હતી કે કેમ? તે હકીકત જાણવા સારૂ.
5. આરોપી તરલ ભટ્ટ પાસેથી એક મોબાઇલ ફોન કબ્જે કરેલ છે. આ મોબાઇલ ફોન તેઓએ તાજેતરમાં નવો ખરીદેલ હોવાનું જણાવે છે અને આ મોબાઇલ ફોનમાં કોઇ સીમકાર્ડ લગાડેલ નથી. જેથી તેઓએ આ ગુનામાં ઉપયોગમાં લીધેલ ત્રણ મોબાઇલ ફોન બાબતે કોઇ સંતોષકારક જવાબ આપતા નથી જેથી આ ત્રણેય મોબાઇલ ફોન તેઓએ કઇ જગ્યાએ સંતાડેલ છે? તે હકીકત જાણી કબ્જે કરવા સારુ.
6. આરોપી તરલ ભટ્ટ હંમેશા મોબાઇલ ફોનમાં વોટાસએપ કોલ મારફતે વાતચીત કરતા હતા અને ખાનગી રાહે જાણવા મળેલ છે કે, તેઓ ઘણા બધા વર્ચ્યુઅલ નંબરોથી લોકો સાથે સંપર્કમાં રહેલ હતા જેથી આ વર્ચ્યુઅલ નંબરો તેઓ પાસેથી મેળવવા સારુ.
7. આરોપી તરલ ભટ્ટે એસ.ઓ.જી. જુનાગઢ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. ગોહિલને અલગ અલગ દિવસોએ ક્રિકેટના સટ્ટા બેટીંગનો પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડતા ઇસમોના ૩૮૬ જેટલા બેંક એકાઉન્ટ અંગેની બાતમી હકીકત વોટસએપના માધ્યમથી મોકલાવેલ હતી. જે બાતમી હકીકત ખરેખર તેઓને કોઇ બાતમીદાર તરફથી મળેલ હતી અગર તો તેઓએ જાતે બેંક એકાઉન્ટ ધારકો પાસેથી પૈસા પડાવવાના ઇરાદે ઉપજાવી કાઢેલ હતી? તે હકીકત જાણવા સારૂ.
8. આરોપી તરલ ભટ્ટના મોબાઇલ ફોનમાં રાખેલ ફ્રીઝ કરેલ બેંક એકાઉન્ટોની માહિતી અંગેનો ડેટા કયાં સંગ્રહ કરેલ છે તે જાણવા સારુ તેઓની હાજરીની જરૂર છે.
9. આરોપી તરલ ભટ્ટે કોમ્પ્યુટરના સોર્સ યુઝ કરી આ ગુનાનું કાવતરુ રચેલ છે. જેથી તે કોમ્પ્યુટરનુ ફોરેન્સીક એનાલીસીસ કરી તેના ડેટા રીકવર કરવા સારુ આરોપીની હાજરીની જરૂર છે.
10. આરોપી તરલ ભટ્ટના મોબાઇલ ફોનમાં સ્ટોર કરેલ નંબરોવાળા વ્યક્તિઓના સંપર્ક બાબતે સાથે રાખી તે સંપર્કો કયા કયા ઇસમોના છે? તે બાબતે પુછપરછ કરવા સારુ.
11. તાજેતરમાં જુદા જુદા ન્યુઝ પેપરોમાં સમાચારો પ્રસિધ્ધ થયેલ છે કે આરોપી તરલ ભટ્ટના દુબઇના ક્રિકેટ સટોડિયાઓ સાથે સંપર્કો છે તેમજ અગાઉ તેઓ અમદાવાદ શહેર પી.સી.બી.માં ફરજ બજાવતા હતા ત્યારે સટ્ટા બેટીંગનો પૈસાની હાર જીતનો જુગારના કેસની તપાસ તેઓ કરતા હતા અને આ તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલમાં ટ્રાન્સફર થયેલ છે જેથી તેઓએ આપેલ બાતમીમાં જણાવેલ બેંક એકાઉન્ટ નંબરો તે ગુના સબંધેના હતા કે કેમ? તે હકીકત જાણવા સારૂ.
12. સદરી આરોપી તરલ ભટ્ટ તા.૨૬/૦૧/૨૦૨૪ થી આજ દિન સુધી વોન્ટેડ રહેલ છે. તેઓને કોણે કોણે અને કઇ કઇ જગ્યાએ આશરો આપેલ હતો? અને આ દરમ્યાન તેઓને કોઇએ આર્થિક મદદ કરેલ હતી કે કેમ? તે હકીકત જાણવા સારૂ.
13. આરોપી તરલ ભટ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર દરજ્જાના અધિકારી છે અને ટેકનિકલી અને કાયદાના જાણકાર છે. જેથી તેઓ આ ગુનાની તપાસના કામે કોઇ ફળદાયક હકીકત જણાવતા નથી અને ગોળ ગોળ જવાબો આપી પોલીસ કસ્ટડીનો સમય પુરો કરવાની કોશીશ કરેલ છે. જેથી ન્યાયના હિતમાં આ ગુનાની યોગ્ય તપાસ માટે સદરી આરોપીની પોલીસ કસ્ટડી રિમાન્ડમાં હાજરીની જરૂર છે.
whatsapp group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
KUTCH / ગાંધીધામમાં 23 લાખથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે પેડલરની અટકાયત
મહિલા જજ જ્યોત્સના રાયે કરી આત્મહત્યા, સરકારી આવાસમાં લટકતો મળ્યો મૃતદેહ