cancer : ગુજરાતમાં કેન્સરનો ભરડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. રાજ્યમાં કેન્સરના નવા દર્દીઓ અને આ જીવલેણ રોગનો ભોગ બની મૃત્યુ પામતા લોકોની સંખ્યા વધી રહી છે. એક અભ્યાસ પ્રમાણે ગુજરાતમાં એક વર્ષમાં કેન્સરના 73 હજાર કેસ નોંધાય છે જ્યારે 40 હજાર જેટલા દર્દીઓના મૃત્યુ થયા છે.
રાજ્યમાં દરરોજ સરેરાશ 111 વ્યક્તિ કેન્સર સામેના જંગમાં જીવન ગુમાવે છે. છેલ્લા પાંચ વર્ષમાં જ 1.91 લાખ વ્યક્તિના કેન્સરથી મૃત્યુ થયા છે. આ ઉપરાંત તમાંકુ-સિગારેટના વ્યસનને કારણે મોંઢાના કેન્સરના કેસમાં પણ સતત વધારો થાય છે.
ગુજરાતમાં કેન્સરગ્રસ્ત પુરૂષ દર્દીઓમાંથી અંદાજે 21.50 ટકા મોંઢાનું, 11.50 ટકાને જીભનું, 8.10 ટકાને ફેફ્સાનું, 5.20 ટકાને અન્નનળીનું જ્યારે 3.50 ટકાને પ્રોસ્ટેટનું કેન્સર છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (જીસીઆરઆઇ)માં મોઢાના કેન્સરના વર્ષ 2021માં 1978, 2022માં 1826, 2023માં 1727 કેસ નોંધાયા હતા. મોઢા બાદ જીભના કેન્સરના સૌથી વધુ દર્દી છે. જીભના કેન્સરના 2021માં 982, 2022માં 947 અને 2023માં 916 કેસ સામે આવ્યા હતા.
મહિલાઓમાં બ્રેસ્ટ અને ગર્ભાશયના મુખનું કેન્સરનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અંદાજે 31.20 ટકા મહિલાને બ્રેસ્ટ જ્યારે 9.30 મહિલાને ગર્ભાશયના મુખનું કેન્સર છે.આ ઉપરાંત 5.60 ટકા મહિલાને ઓવરી, ટકાને મોંઢાનું અને 4.40 ટકાને જીભનું કેન્સર છે.
કેન્સરના રોગ સામે કેવી રીતે લડી શકાય
જીસીઆરઆઇના ડિરેક્ટર અનુસાર, કેન્સર સામે લડવા માટે જાગૃતિ ખૂબ જ જરૂરી છે. કેન્સર હોવાની સહેજપણ શંકા જણાય તો તુરંત જ તપાસ કરાવી લેવી હિતાવહ છે. જેમ વહેલી સારવાર મળે તેટલી ઝડપથી કેન્સરને હરાવી શકાય છે. કેન્સરના નિદાન માટે લોહીની તપાસ, એક્સ રે-અલ્ટ્રા સોનોગ્રાફી-પેટ સ્કેન, એન્ડોસ્કોપી, બાયોસ્કોપી, પેપ ટેસ્ટ એમ વિવિધ તબક્કા દ્વારા કેન્સરનું નિદાન થાય છે. સામાન્ય રકીતે કેન્સર વારસાગત રોગ નથી પરંતુ નાના બાળકોમાં આંખનું કેન્સર, મોંગોલ પ્રકારના બાળકોનું લોહીનું કેન્સરમાં પારિવારિક રીતે જોવા મળ્યા છે.
whatsapp group please click below link nbmn
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
સુરત/ ચાર વર્ષની બાળકી પર જાતીય હુમલો કરનાર પરિણીત યુવાનને 20 વર્ષની સખ્તકેદ
હચમચાવતી ઘટના, પિતાના ટ્રેક્ટર નીચે કચડાઈ જતા 5 વર્ષના માસુમ પુત્રનું મોત
World Cancer Day: દેશમાં માત્ર એક વર્ષમાં 14 લાખ લોકોને થયું કેન્સર, આ છે કારણ