(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી પંથકમાં ધાર્મિક સ્થળોમાં પૂનમ ભરવાનો બહુ મોટો મહિમા છે. શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધન! જે બળેવ અને નારીયેલી પૂનમથી ઓળખાય છે. ભાઈને રક્ષાબંધન કરવા અને પૂનમ હોય ભાવિકો ધર્મ સ્થાનમાં જવા નીકળ્યા ત્યારે મોરબી પંથકમાં એક પણ રોડ એવો નહોતો કે જ્યાં ટ્રાફિક જામ થયો ન હોય ત્યારે મોરબી થી ૧૫ કિલોમીટર દૂર આવેલા આદરણા ગામે મા રાજબાઈ નો મઢ છે. જે ઘણા લોકોનું આસ્થા નું કેન્દ્ર બન્યું છે. એમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા જયસુખભાઈ જોગીએ જ્યાં સાંજના સમયે ભાવીકો માટે પ્રસાદ નું તેમજ રાત્રે સંતવાણી ગરબા નું આયોજન કર્યું હતું. જેમાં મહિલાઓ જે રાસ ગરબા રમ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રાજબાઈ માતાજી માં અખૂટ શ્રદ્ધા ધરાવતા જયસુખભાઈ દેસાઈ ઉર્ફે જોગી એ કર્યું હતું. આ ધાર્મિક કાર્યમાં મોરબી રહેતા મૂળ આદરણાના શીવાભાઈ સંઘાણી, ધીરુભાઈ ક્વાડીયા અને સ્થાનિકે ગોકળભાઈ ભરવાડ તેમજ મોરબીના પત્રકાર શ્રીકાંત પટેલ આ ધાર્મિક કાર્યક્રમમાં હાજર હતા એકંદરે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પર્વ રક્ષાબંધન પર્વ અને ધાર્મિક સ્થળે પૂનમ ભરવાનો ધાર્મિક કાર્યક્રમ ભરી ધામધૂમથી ઉજવાઈ નેં સંપન્ન થયું છે.