#RUTUL PRAJAPATI, ARVALLI
સરકાર દ્વારા ઔદ્યોગિક એકમોમાં વપરાયેલા પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા અને નિયમો બનાવવામાં આવ્યા છે પરંતુ કેટલાક ઔદ્યોગિક એકમો આ નિયમોને ઘોળીને પી રહ્યા છે આવું જ કંઈક અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે જોવા મળ્યું છે ધનસુરા ના જામઠા માં નદીમાં કેમિકલ નાખવામાં આવ્યું છે જે કેમિકલ ઝેરી હોવાથી નદીનું પાણી ઝેરી બન્યું હતું અને ત્યાં ચારી રહેલા બે બકરાઓ આ પાણી પી જતા તેમના મોત નિપજ્યા હતા.
વિગતો અનુસાર ધનસુરા ની જામઠા નદીમાં પાણીમાં કેમિકલની થેલીઓ ઠાલવવામાં આવી હતી અજાણ્યા શખ્સ દ્વારા પાણીમાં કેમિકલ ન ખાતા બે પશુના મોત થયા હતા. જેને લઇ સ્થાનિક ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો આ નદીનું પાણી સ્થાનિક ઢોરઢાખર પીવા જતા હોય હોવાથી તેમના સ્વાસ્થ્ય સામે મોટો ખતરો ઉભો થયો છે કેમિકલ છોડનાર જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8