નગરપાલિકાની કામગીરી પર ઉઠતા સવાલ!: હાલ ઈમ્પેક્ટ ફી નાં પ્રકરણોમાં બહુ રસ! બન્ને છે સરકારી રાજ્ય સેવક! નગરપાલિકા વિસ્તારમાં જ ભાજપના યુવા અગ્રણીને પણ સ્વખર્ચે રોડ રીપેર કરવો પડ્યો !
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી નગરપાલિકા માં હાલ વહિવટદાર અને ચીફ ઓફિસર બન્ને સરકારી કર્મચારી છે અને તેની ઉપર કોઈ રોકટોક વારૂ કોઈ નથી એટલે લોકો નાં કામ થવા હોય તો થાય. તેમને ઈમ્પેક્ટ ફી નાં પ્રકરણોમાં બહુ રસ છે તેવી ચર્ચા થઈ હાલમાં સમગ્ર શહેરમાં થઈ રહી છે. ત્યારે આ
મોરબી નગરપાલિકા માત્ર દેખાડા કરતી મોરબી નગર પાલિકા નપાણી અને પ્રજા ના મૂળભૂત હક્કો આપવા માં હમેશા વામણી પુરવાર થઇ છે. લોકોના કામો તો દુર હવે ખુદ કાઉન્સિલરોના કામો પણ નથી થઇ રહ્યા. અમે કામ કરી રહ્યા છીએ તેવા બણગા ફૂક્તી પાલિકાને શરમ પણ નથી આવતી. હવે ભાજપ ના જ આગેવાને પાલિકા પર ભરોસો રાખવા ને બદલે લોકો ને સાથે રાખી સ્વખર્ચે રોડ રસ્તા રીપેરીંગ કરાવી પાલિકાનું નાક કાપી લીધું છે.ભૂગર્ભ ગટર ના પાણી ઉભરાવવા,રોડ રસ્તા તૂટેલા હોવાના અને રખડતા ઢોર નો ત્રાસ ની સમસ્યા ઉકેલવા માં નગર પાલિકા ક્યારેય ગંભીરતાથી સ્ક્રીય થઇ નથી. માત્ર વિડીયો બનાવી અને મોબાઈલ નંબર આપી અમે કામ કરીશું અને કામ કરી રહ્યા છીએ તેવી સસ્તી પ્રસિદ્ધિ મેળવી રહી છે. પરંતુ ભાજપ ની જ નગર પાલિકા નુ ભાજપના જ નેતા નાક કાપી રહ્યા છે. જો સત્તાધારી ભાજપ આગેવાનો ના કામ નાં થતા હોય તો આમ પ્રજા ની શું હાલત થતી હશે? તે સમજવું સામાન્ય છે. બે શરમ અને નફફટ પાલિકા તથા કલેકટર જેવા ઉચ્ચ દરજ્જા ના અધિકારીઓ પણ તમાસો જોઈ રહ્યા છે નક્કર કામગીરી જોવા મળી નથી રહી. તે મોરબી નું દુર્ભાગ્ય છે .વોર્ડ નો ૧૦ માં રહેતા અને જીલ્લા પંચાયત ના સદસ્ય અજયભાઈ લોરિયા એ પણ પાલિકા પર ભરોસો રાખવા ને બદલે દર્પણ સોસાયટી અને શિવ પાર્ક સોસાયટી ના લોકો ને સાથે રાખી રૂપિયા ૧.૧૫ લાખ ના સ્વખર્ચે રોડ રસ્તા રીપેરીંગ ના કામ કરાવ્યા છે. જો ભાજપ ના આગેવાનો અને સુધરાઇ સભ્યો ના કામ નાં થતા હોય તો આમ પ્રજા ની શું હાલત થતી હશે? તે સમજવું સહેલું છે.
આવી ઘટનાઓ બનતી હોવા છતા શરમ વગર ની નગર પાલિકા નક્કર કામગીરી નથી કરી રહી તે સ્પષ્ટ દેખાય છે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8