બોટાદના સાળંગપુરમાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિરમાં હનુમાનજીની ઉંચી પ્રતિમાની નીચે બનાવવામાં આવેલા ભીંતચિત્રો અંગેનો વિવાદ હવે વધુ વકરતો જઈ રહ્યો છે. હવે બોટાદમાં આવેલા રોકડીયા હનુમાનજી મંદિરના મહંત પરમેશ્વર મહારાજે આક્રોશ વ્યક્ત કરતા હનુમાનજીની ઉંચી પ્રતિમાની નીચે બનાવવામાં આવેલા વિવાદિત ભીંતચિત્રો હટાવવા સ્વામિનારાયણ સંપ્રદાયને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.
બોટાદના રોકડીયા હનુમાનજી મંદિર ખાતે અખિલ ભારતીય શ્રીપંચ રામાનંદી અખાડાના મહંત પરમેશ્વર મહારાજે હાથમાં હથિયાર ઉઠાવતા કહ્યું કે સનાતન ધર્મની રક્ષા માટે હાથમાં હથિયાર ઉઠાવતા અને વધ કરતા પણ ખચકાશું નહીં. તેમણે સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓને ફરજી બાબા ગણાવ્યા. તેમણે આ હુંકાર કરતા હાજર અનુયાયીઓએ ‘જય શ્રીરામ’, ‘જય હનુમાન’ સાથે ‘સ્વામીનારાયણ સંપ્રદાય મુર્દાબાદ’ના નારાઓ લગાવ્યાં.
મહંત પરમેશ્વર મહારાજે વિવાદિત ભીંતચિત્રો હટાવવા સ્વામીનારાયણ સંપ્રદાયને 24 કલાકનું અલ્ટીમેટમ આપતા કહ્યું કે જો આ ચિત્રો નહિ હટે તો વધ કરતા પણ અચકાશે નહીં.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8