ઉત્તર ગુજરાત એટલે ડ્રાય એરિયા નું મહેણું ભાગવા કમર કસ્તા પાટણ જિલ્લાના ખેડૂતો
રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ના પ્રગતિશીલ ખેડૂત દશરથભાઈ પટેલ એ પાટણ જિલ્લામાં પ્રથમ સોયાબીનની ખેતી પર હાથ અજમાવ્યો
પાટણ અલ્કેશ પંડ્યા
ઉત્તર ગુજરાત એટલે ડ્રાય એરિયા શુકો ભઠ્ઠ વિસ્તાર પરંતુ હવે નર્મદા ના પાણી કેનાલો, પેટા કેનાલો અને પાઇપ લાઈનો દ્વારા ખેડૂતો ના ખેતર સુધી પહોંચતા હવે ખેતી માટે સિંચાઇ નું પાણી મળ્યું છે બીજી બાજુ ખેડૂતો પણ હવે પરંપરાગત ખેતી ને બાજુએ મૂકી ને ખેતી માં નવા નવા પ્રયોગો હાથ ધરી રહ્યા છે પાટણ જિલ્લા માં છેવાડા ના તાલુકા વિસ્તાર એવા સાંતલપુર, રાધનપુર, પંથક માં ખેડૂત હવે સરકાર ની ખેતીવાડી તેમજ બાગાયત વિભાગ ની યોજનાઓ ની સમજ લેતો થયો છે સાથે સાથે સોશિયલ મિડ્યા થકી માહી તી થી અપડેટ થતો રહ્યો છે ત્યારે હવે ખેતી માં નીત નવા પ્રયોગો માં રાધનપુર પંથક માં દાડમ,ખજૂર, ની ખેતી બાદ હવે સોયાબીન ની ખેતી પર ખેડૂતો એ હાથ અજમાવ્યો છે
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ના ખેડૂત દશરથભાઈ પટેલ એ પાટણ જિલ્લામાં પ્રથમ વખત સોયાબીન ની ખેતી કરી છે તેમના ખેત્તર માં પ્રાકૃતિક ખેતી કરી છે, સોયાબીન નો વિસ્તાર,આબોહવા, ખેતી ની સમજ તેમજ કુદરત ની સામે બાથ ભીડી ને રાસાયણિક દવા, બિયારણ, રાસાયણિક ખાતર નો ઉપયોગ કર્યા વગર પ્રાકૃતિક ખેતી અપનાવી ને સોયાબીનની ખેતી કરતા પ્રથમ ટ્રાય કર્યો છે હાલ સોયાબીન ના ભાવ સ્થિર છે પરંતુ ખેડૂત એ પ્રાકૃતિક ખેતી કરી ખર્ચ ને નિયંત્રણ કરતા તેઓ ને આશા છે કે તેમને આ પાક માં નુકશાન નહિ પડે પાટણ જિલ્લાની અંતર્ગત સારી ઉપજ મળવાની શક્યતા તેને લઈને આજુબાજુ ગામના ખેડૂતો પણ આવી ખેતી કરવા માટે ભવિષ્ય માં પ્રેરાય તો નવાઈ નહી
સારો ભાવ મળશે અને સારી ઉપજ થશે તેવી મહેમદાવાદ ગામના ખેડૂતની આશા છે
સોયાબીન ની ખેતી ભારત માટે ઉત્તમ છે સોયાબીન નો પાક ચોમાસું ઋતુમાં 90 થી 100 દિવસમાં થતો હોવાથી રવિ ઋતુમાં ઘઉં કે અન્ય પાક લઈ શકાય છે સોયાબીન નું પ્રોસેસિંગ કરીને અનેક બનાવટો બનતી હોવાથી તથા વિદેશમાં વધારે માંગ હોવાથી અન્ય પાકની સરખામણીએ પોષણક્ષમ ભાવ મળે છે ચોમાશા ની જેમ સિઝનમાં અન્ય પાકની સરખામણીએ સોયાબીન હેકટર દીઠ વધારે કમાણી આપતો પાક છે જોકે ગુજરાતનો ડ્રાયરિયા પાટણ વિસ્તાર માટે આ પ્રયોગ સોયાબીનનો કેવો સફળ થાય છે એ જોવું રહ્યું છે સોયાબીન ને જેટલા દાણા તેના વજન જેટલું જ ભારોભાર પૌષ્ટિક મૂલ્ય ધરાવે છે સોયાબીન જાપાન,કોરીયા, ફિલિપાઇન્સ ,અને ઈન્ડોનેશિયાની પ્રજાને ઉચ્ચ પ્રકારનો પ્રોટીન યુક્ત ખોરાક પૂરો પાડે છે જાપાનમાં સોયાબીનને ખેતરની ગાય તરીકે નવાજવામાં આવે છે ગાયના દૂધની માફક સોયાબીન નું દૂધ પણ છે અને ખૂબ જ પૌષ્ટિક હોય છે બીજા કોઈ પણ અનાજ કરતા વધારે એટલે કે 40% પ્રોટીન 18 થી 20 ટકા તેલ અને 31 થી 35 ટકા કાર્બોહાઇડ્રેટ સોયાબીનના દાણા માંથી મળે છે સોયાબીનમાં રહેલ વિટામીન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે આમ સોયાબીન કઠોળ વર્ગનો પાક હોવાથી તેની હવે ધીરે ધીરે ડિમાન્ડ વધતી જાય છે સોયાબીનને ઔષધીય દવાઓમાં પણ ઉપયોગમાં ઘણી વખતે લેવામાં આવે છે જેનાથી આર્થિક મહત્વ પણ વધ્યું છે સોયાબીન પૃથ્વી ઉપર 3000 વર્ષ કરતાં પણ વધુ સમયથી અસ્તિત્વ ધરાવતો એક અગત્યનો ખાદ્ય તેલીબિયાનો પાક છે ચીનમાં સૌથી પહેલા ખેતી કરવામાં આવતી ત્યાર પછી યુરોપ અમેરિકન થવા માં લાગી વિશ્વમાં સોયાબીનના વિસ્તારને ઉત્પાદનની દ્રષ્ટિએ ભારતનું સ્થાન પાંચમા ક્રમે છે 1934 માં સયાજીરાવ ગાયકવાડે ગુજરાતમાં વડોદરામાં સોયાબીનના પાકમાં ખૂબ જ રસ દાખવેલ ભારતમાં સોયાબીન ઉગાડતા રાજ્યમાં મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર અને કર્ણાટક છે સૌથી વધુ પાક મધ્યપ્રદેશમાં થાય છે મધ્યપ્રદેશ દેશના કુલ ઉત્પાદનના 80% સોયાબીન નું ઉત્પાદન મેળવે છે ગુજરાતમાં આશરે 18000 એક્ટર જમીનમાં સોયાબીનનું વાવેતર થાય છે ત્યારે પાટણ ના આ ખેડૂત ના સાહસ ને સલામ છે
રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ના પ્રગતિશીલ ખેડૂત દશરથભાઈ પટેલ એ પાટણ જિલ્લામાં પ્રથમ સોયાબીનની ખેતી પર હાથ અજમાવ્યો
Related Posts
Add A Comment