@પાટણ અલ્કેશ પંડ્યા
શ્રાવણ મહિનાના પાંચ પરબલાનો પ્રારંભ થયો છે. જેમાં આજે બોળ ચોથ, આવતીકાલે નાગ પાંચમ, રાધન છઠ્ઠ, શીતળા સાતમ, ગોકુળ આઠમ જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે. આ પાંચે પાંચ તહેવારનું અનોખું મહત્વ હિન્દુ ધર્મમાં છે. ત્યારે આવતીકાલે નાગ પાંચમીનું પણ વિશેષ મહત્વ છે.
સમગ્ર ગુજરાતમાં ગોગા તરીકે પૂજાતા ગોગ મહારાજની ઉત્પત્તિ સિદ્ધપુર સરસ્વતી નદીના કિનારેથી થઈ હોવાની લોક વાયકા છે. સિદ્ધપુર સરસ્વતી નદી કિનારે ગોગ મહારાજનું સૈકાઓ જૂનું મંદિર છે તેના પર એક વિશેષ અહેવાલ જોઈએ.
સિદ્ધપુર સરસ્વતી નદી કાંઠે આવેલ ગોગ મહારાજનું મંદિર એટલે માલધારી સમાજનું આસ્થાનું પ્રતિક છે ગુજરાતમાં જેટલા નાના મોટા ગોગ તીર્થ સ્થાનો છે તેનો છેડો સિદ્ધપુર સાથે જોડાયેલ છે.
એવું કહેવાય છે કે દાસજ, કહાવા, સેભ્રિયા ગોગ મહારાજ, કાશી ટુંડાવ,સહિત વિવિધ ગોગાઓ એ (નાગ)અહીંથી પરિભ્રમણ કર્યું છે લોક વાયકા એવી છે કે કાશી નાથ નામે એક સાધુ બાવા થઈ ગયા છે. જે કાશી નાથ એજ ગોગા એવું કહેવાય છે. અહી આવતીકાલે પાંચમનો મેળો ભરાશે.
તેમજ માલધારી સમાજ સહિત અઢારએ આલમ અહી આજે દર્શન માટે આવશે. અહી આવતા ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે તેવું શ્રધ્ધાળુ ભાવિકોનું માનવું અને કહેવું છે અહી હવનનું તેમજ સંત વાણી કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું છે. અહી ચૈતર માસમાં રામેલ પણ રમાય છે.
કાનજીભાઈ દેસાઈ પૂજારી ભુવાજી એ ઉપરોક્ત માહિતી આપતા જણાવ્યું કે સિદ્ધપુર સ્થિત. આ ગોગ મહારાજ નું મંદિર સદીઓ પુરાણું છે અહી થોડા સમય પહેલા મંદિરનો જીર્ણોધાર થયો છે. તો પારસ પીપળાના ગોગ મહારાજ થી અહી પ્રખ્યાત છે અને પૂજાય છે.