@mohsin dal godhr
ગોધરા શહેરના અતિથિ ગૃહની બાજુમાં આવેલ ગણેશ મંદિર ખાતે ધરણાનો કાર્યક્રમ યોજીને ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળ વિકાસ મંત્રીને સંબોધીને પોતાની પડતર માંગણીઓ અને સરકાર દ્વારા નવો મોબાઇલ ફોન આપવામાં નહિ આવે તો આગામી દિવસોમાં માહિતી પોષણ તેકરમાં કોઈપણ પ્રકારે માહિતી નહિ નાખવા અને સીમકાર્ડ કચેરી ખાતે જમા લેવાની બાબતે જિલ્લા કલેકટ૨ને આવેદનપત્ર આપ્યું હતું.
પંચમહાલ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘના સંગઠનના હોદ્દેદારો દ્વારા ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રીને પોતાના પડતા પ્રશ્ન અને સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રકારે સરકાર તરફથી જવાબ ન આપતા આજરોજ આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા ધરણા નો કાર્યક્રમ યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા 4G અને 5G સીમ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યો છે ત્યારે તે સીમકાર્ડ કયા ફોનમાં ઉપયોગ કરીએ કારણ કે 4g અને 5g સીમકાર્ડ ચાલે તેઓ સ્માર્ટફોન એમને આપવામાં આવ્યો નથી. અને અગાઉ ગવર્મેન્ટે જે મોબાઈલ panasonic આપ્યો તે ફોન હાલમાં બગડેલી હાલતમાં છે એમાં કંઈ પણ કામ થતું નથી. હાલ સીમકાર્ડ આપેલ છે તેમાં સરકાર અમને કહે છે કે એન્ટ્રી નાખો પોષણ તેકરમાં કામ કરો અને આઈ.સી.ડી.એસ.ની જે પણ યોજના ચાલે છે તે તમામ યોજનાના કામ કરાવે છે. ત્યારે આ કામગીરી કરવા માટે હાલ અમારી બહેનો પાસે સ્માર્ટ ફોન નથી અને બધી બહેનો પાસે સક્ષમતા હોતી નથી કે તે સ્માર્ટ ફોન લાવી શકે જેથી સરકાર આંગણવાડી બહેનોને સ્માર્ટફોન આપે તેવી માંગ કરવામાં આવી હતી. અને સ્માર્ટફોન આપે તો દરેક કાર્યકર બહેનોને તકલીફ ન પડે. આંગણવાડી બહેનો દ્વારા કોઈ કામગીરી કે ફોટા ન જાય તો પગાર કાપી લેવામાં આવે છે. જેથી અમારી આંગણવાડી કાર્યકાર બહેનોને ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા બાળ અને વિકાસ મંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તેમની માંગણીઓને વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તે માટે માંગ કરવામાં આવી હતી.