વન નેશન, વન ઈલેક્શન એટલે કે એક દેશ, એક ચૂંટણી. છેલ્લાંકેટલાંય સમયથી દેશ આ મુદ્દે ચર્ચા થઇ રહી છે. જો કે કેટલાક પક્ષો તેની તરફેણમાં છે તો કેટલાક પક્ષો તેની વિરુદ્ધમાં છે. હાલમાં જ મોદી સરકાર દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી છે. જેનું નેતૃત્વ ભુતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે. મોદી સરકારના આ પગલા બાદ ફરી એકવાર આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જો કે
વન નેશન, વન ઈલેક્શન સાંભળવામાં જેટલું સારું લાગે છે. તેના અમલીકરણમાં એટલા જ પડકારો છે.
તો આ ‘વેન નેશન વેન ઈલેક્શન’ કાયદો લાગુ કરવામાં કાયદામાં ઘણા સુધારા કરવા પડશે તો આવો જાણીએ વરિષ્ઠ વકીલ શ્રીમતી કલ્પનાબેન પાસેથી
કલ્પનાબેનના જણાવ્યા અનુસાર ‘એક દેશ, એક ચૂંટણી’ લાગુ કરતા પહેલા કલમ 83 અને 172માં સુધારો કરવો પડશે. તેમાં કહેવામાં આવ્યું છે કે ગૃહનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે અથવા આ સમયગાળા પહેલા ગૃહને વિસર્જન કરવું પડશે. ‘આ કાયદામાં પક્ષપલટાના કારણે ગેરલાયક ઠરેલા ધારાસભ્ય કે સાંસદને તે જ વિધાનસભા અથવા લોકસભામાં ફરીથી ચૂંટણી લડવાની અને જીતવાની છૂટ આપવામાં આવી છે.’
વિશ્વાસ પ્રસ્તાવ લાવવાના નિયમો બનાવ્યા
જો વિધાનસભા સમય પહેલા ભંગ થઈ જાય અથવા કોઈ બંધારણીય કટોકટીને કારણે સરકાર ચલાવવી અશક્ય હોય તો રાષ્ટ્રપતિ શાસન લાદવાની જોગવાઈ છે. પરંતુ જો સંસદમાં પણ આવી જ સ્થિતિ સર્જાય તો કેન્દ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની કોઈ જોગવાઈ નથી. તેથી, તેનો વિકલ્પ પણ જરૂરી છે. તેથી, જ્યારે પણ વિપક્ષ અવિશ્વાસની દરખાસ્ત લાવે છે, ત્યારે તેણે પૂરક વિશ્વાસ પ્રસ્તાવ પણ લાવવો પડશે, જેથી સરકાર ચાલુ રાખી શકે.
સ્થાનિક મુદ્દાઓ પર સંકટના વાદળો
ઘણા રાજકીય પક્ષો એમ પણ કહે છે કે એક દેશ, એક ચૂંટણી રાષ્ટ્રીય મુદ્દાઓ પર જ લડવામાં આવશે, તો પછી સ્થાનિક મુદ્દાઓનું શું થશે? સ્થાનિકોના પ્રશ્ન ઉપેક્ષિત રહેશે. આવી સ્થિતિમાં નુકસાન સામાન્ય નાગરિકો સહન કરવાનો વારો આવી શકે છે. કારણ કે પછી તેમની સ્થાનિક સમસ્યાઓ કેવી રીતે હલ થશે? સ્થાનિક મુદ્દાઓ પર રાજકારણ કરનારા નાના રાજકીય પક્ષોનું ભવિષ્ય પણ ડામાડોલ થતું દેખાઈ રહ્યું છે.
મોટા પાયે વ્યવસ્થા કરવી પડશે
ત્રીજો મુદ્દો અને પડકાર માળખાકીય છે. EVM અને VVPAT મશીનો મોટી સંખ્યામાં બનાવવા પડશે. કારણ કે અત્યાર સુધી એક રાજ્યમાં ચૂંટણી વપરાયેલા EVM અને VVPT મહિનાઓ પછી યોજાનારી બીજા રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ એક સાથે ચૂંટણી માટે મોટી સંખ્યામાં મશીનની જરૂર પડશે.
વારંવાર ચૂંટણીના ગેરફાયદા શું છે?
જો કે વારંવારની ચૂંટણીઓને કારણે, લોકો પણ કંટાળી જાય છે. અને મતદાન કરવાનું ટાળે છે. સમય અને પૈસાનો મોટાપાયે વ્યય થાય છે. આનાથી વિકાસલક્ષી પગલાંની રચના અને યોજનાઓના વિસ્તરણ પર પ્રતિકૂળ અસર પડે છે. અવારનવાર ચૂંટણીને કારણે સરકાર કે રાજકીય પક્ષો હંમેશા ચૂંટણીના મોડમાં હોય છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોકશાહીના વચનો આપવામાં આવે છે, જેના કારણે મહત્વની યોજનાઓનો અમલ અટકી જાય છે. લક્ષ્યાંકિત લોકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા વચનોની દોડમાં, આવશ્યક સેવાઓ લોકો સુધી પહોંચતી નથી.
આદર્શ આચારસંહિતા વારંવાર લાગુ થાય છે
એકસાથે ચૂંટણી થવાથી દર વર્ષે અલગ-અલગ ચૂંટણીઓ યોજવા પાછળ થતા જંગી ખર્ચમાં પણ ઘટાડો થશે. ચૂંટણી પંચે લોકસભા અને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાઓની ચૂંટણી કરાવવાનો ખર્ચ રૂ. 4,500 કરોડ આંક્યો છે. અવારનવાર ચૂંટણીના કારણે આચારસંહિતા લાંબા સમય સુધી અમલમાં રહે છે, જેની અસર સામાન્ય શાસન પર પડે છે. વારંવારની ચૂંટણીઓ સામાન્ય જાહેર જીવનમાં વિક્ષેપ પાડે છે અને આવશ્યક સેવાઓની કામગીરીને અસર કરે છે. જો એકસાથે ચૂંટણી યોજવામાં આવે તો ચૂંટણીનો સમયગાળો અમુક દિવસો સુધી મર્યાદિત રહેશે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8