@પાટણ અલ્કેશ પંડ્યા
સાંતલપુર પર ગામે જાડેજા પરિવારમાં જૂની અદાવતને લઈ ફરી એક વખત બોલાચાલી થતા 25 વર્ષીય યુવક ની કૌટુંબિક ભાઈએજ હત્યા કરતા ચકચાર મચી ગઇ છે. આ અંગે પોલીસ સૂત્રો પાસે થી પ્રાપ્ત વિગતો અનુસાર સાંતલપુર ના પર ગામે એક જાડેજા પરિવાર ના બે કુટુંબો વચ્ચે કોઈ કારણસર અણબનાવ થયેલ અને જૂની અદાવતને લઈ એક યુવકે બીજા યુવક પર ઘાતકી હુમલો કરતા યુવક ગંભીર રીતે ઘાયલ થતા હુમલો જીવલેણ સાબિત થયો અને યુવક નું ઢીમ ઢળી ગયું મૃતક યુવક નું પોસ્ટમોર્ટમ રાધનપુર રેફરલ હોસ્પિટલ માં કરવા માં આવ્યું તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળ ની કાર્યવાહી હાથ ધરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે આમ ફરી એક વખત રાધનપુર સાંતલપુર પંથક માં હત્યા ના બનાવ થી ચકચાર મચી ગઇ
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8