મોહસીન દાલ, ગોધરા ત
જાંબુઘોડાના અભયારણ્યમાં મેઘરાજાના આગમન સાથે હાથણી માતાના ધોધના સૌંદર્યમાં ન્હાવાની મોજ માટે આવતા સહેલાણીઓના મોબાઈલ ફોનોની ચોરીઓ થતી હોવાની હૈયાવરાળો સાથે સતર્ક બનેલા રાજગઢ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જે.બી.ઝાલાએ સહેલાણીઓના મોબાઈલ ફોનોની ચોરીઓ કરનારા બે આરોપીઓ (૧) આરીફભાઈ બચુભાઈ મકરાણી તથા (૨) દીપકભાઈ મનોજભાઈ હરીજન રહે. પુજારીયા ફળીયુ નાથપુરાને ૧૧ મોબાઈલ ફોનો સાથે ઝડપી પાડ્યા હતા.
પંચમહાલ મહાનિરીક્ષક આર.વી.અસારી પંચમહાલ ગોઘરા રેન્જ તથા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી પંચમહાલ, ગોધરાના ઓએ મિલકત સબંધી વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે સુચનાઓ અને જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે આઘારે નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ હાલોલ વિભાગ તથા સર્કલ પી.આઈ.એ.આર.પલાસની સુચના અન્વયે પી.એસ.આઈ. જે.બી.ઝાલાએ રાજગઢ પો.સ્ટેના પોલીસ સ્ટાફના માણસો વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ કે હાથણી માતા આવતા પ્રવાસીઓને નજર ચુકવી તેઓના મોબાઇલ ચોરી થાય છે. જેથી વોચ તપાસમાં રહેવા જણાવેલ હોય તે અનુસંઘાને પી.એસ.આઈ. જે.બી.ઝાલાએ હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે બાતમી મળેલ કે હાથણી માતા આવતા પ્રવાસીઓની નજર ચુકવી ચોરી કરેલ મોબાઇલ (૧) આરીફભાઈ બચુભાઈ મકરાણી તથા (૨) દીપકભાઈ મનોજભાઈ હરીજન રહે. પુજારીયા ફળીયુ નાથપુરા નાઓ ચોરી છુપીથી પોતાની પાસે રાખે છે, જેથી તેઓની વોચમાં રહી મળી આવતા તેઓની પાસેના મોબાઇલ બાબતે પુછતા તથા બીલ માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગેલ હતા અને કોઇ સંતોષકારક જવાબ આપેલ ન હતો. જેથી તેઓ બન્નેને રાજગઢ પોલીસ સ્ટેશન લાવી સઘન પુછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે હાથણી માતા ધોધમાં નાહવા આવતા લોકો ઉપર નજર રાખી તેઓને ખબર ન પડે તે રીતે મોબાઇલ ચોરી કરી લેતા હોવાની કબુલાત કરી હતી. જેના આઘારે તેઓની પાસેથી અલગ અલગ કંપનીના ૧૧ મોબાઇલ ફોનો સાથે ઝડપી પાડી ને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.