શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા સંલગ્ન વિવિધ અનુસ્નાતક વિભાગો દ્વારા શિક્ષક દિવસની ઉજવણી કરાઈ.!!
ગોધરા તા.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ, ગોધરા સંલગ્ન અનુસ્નાતક ભવનો સમાજશાસ્ત્ર વિભાગ, ગુજરાતી વિભાગ તેમજ અંગ્રેજી વિભાગ અંતર્ગત આજરોજ “શિક્ષક દિવસ”નું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં વિવિધ અનુસ્નાતક વિભાગોમાંના સેમેસ્ટર-૧ અને સેમેસ્ટર-૩ના લગભગ ૪૫ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપરોક્ત કાર્યક્રમ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના કુલપતિ પ્રો.ડૉ.પ્રતાપસિંહ ચૌહાણ અને કુલસચિવ ડૉ.અનિલ સોલંકીની પ્રેરણા હેઠળ યોજવામાં આવ્યો હતો. ઉપરોક્ત કાર્યક્રમ ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રો.ડૉ.ભાવેશ જેઠવા, અંગ્રેજી વિભાગનાં અધ્યક્ષ પ્રો.ડૉ.સુરેન્દ્રસિંહ ગોહિલ તેમજ સમાજ શાસ્ત્ર વિભાગનાં સંયોજક પ્રો. ડૉ.જગદીશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ.મૌસમી મેસવાણીયા દવે, ડૉ.જાનકી શાહ, અંગ્રેજી વિભાગનાં અધ્યાપિકા કિંજલ ગોહિલ, રુચા ઉપાધ્યાય, સમાજ શાસ્ત્ર વિભાગ ના ડૉ.દિપીકા પરમાર અને પ્રાધ્યાપક પ્રહલાદભાઈ વણઝારાએ સમગ્ર કાર્યક્રમમાં સફળ સંચાલન માટે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી આશિર્વાદ આપ્યા હતાં. સમગ્ર કાર્યક્રમમાં યુનિવર્સિટી ના કર્મચારીગણ ડૉ.અનિતા બારિયા, પ્રણવરાજભાઈ લાકોડ, અને પિનાકીન ભાઈ મકવાણા નો સહયોગ સાંપડ્યો હતો. કાર્યક્રમમાં તમાંમ ભવનોના વિદ્યાર્થીઓએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.