@Rutul Prajapati, Arvalli
સમગ્ર ભારતવર્ષમાં આજે ભગવાન શ્રી કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી મંદિર ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વહેલી સવારથી ભકતોનો મંદિર પરિસરમાં ધસારો છે, મંગળા આરતીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી છે. દિવસ દરમિયાન ભજન મંડળીઓ, મટકીફોડ સાહિના કાર્યક્રમોનું મંદિર ટ્રસ્ટ અને ભક્તો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
મંદિરના પરિસરને આસોપાલવના તોરણ અને રંગબેરંગી રોશનીથી શણગારવાંમાં આવ્યું છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત 186 જેટલા સુરક્ષા જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
શામળિયાના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોએ લાઈન લગાવી હતી. ભક્તોના ભારે ધસારાને લઇ મંદિર ખાતે ખાસ પોલીસની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તો આજે વહેલી સવારે 6 વાગ્યે જ મંદિર ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.