ચોટીલા- (સુભાષ મંડિર દ્વારા)
ચોટીલા માં વિશ્વ હિન્દુ પરિષદ અને કૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવેલ, શહેર માં વિવિધ સ્થળો એ શોભાયાત્રા નીકળેલ તેમજ મટકી ફોડ કાર્યક્રમ યોજાયા હતા.
અહિ નાં પોપટપરા વિસ્તાર માં આવેલ રામાપીર નાં મંદિરે નંદલાલ શ્રી કૃષ્ણ ની સમૂહ આરતી કર્યા બાદ શોભાયાત્રા ને પ્રસ્થાન કરાવવા માં આવેલ હતું.આ શોભાયાત્રા માં નગરજનો, સામાજીક , રાજકિય આગેવાનો, મહિલાઓ અને પુરૂષો જોડાયા હતાં.
શહેર નાં મુખ્ય માર્ગો, શેરી વિસ્તાર માં શોભાયાત્રા ફરી, લોકો એ ભગવાન શ્રી કૃષ્ણ નાં દર્શન કરવાનો લ્હાવો લીધો અને લોકો કૃષ્ણ ભક્તિ નાં રંગે રંગાયા હતાં.શોભાયાત્રા દરમ્યાન ચંદ્રયાન અને અયોધ્યા મંદિર નું કટ આઉટ લોકો માં આકર્ષણ નું કેન્દ્ર બન્યુ હતું.
ચોટીલા નાં વિવિધ વિસ્તાર માં મંડળો દ્વારા દહીં- હાંડી – મટકી ફોડ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ, માનવ પિરામિડ રચી મટકી ફોડતા ગોવિંદાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળેલ હતો. જ્યારે શહેર માં ઠેર-ઠેર જગ્યા એ રાસ લઇ ભક્તિ વંદના કરતાં દ્રશ્યો જોવા મળ્યા હતાં.
” નંદધેર આંનદ ભયો, જય કનૈયા લાલ કી” નાં નાદ થી સમગ્ર શહેર માં કૃષ્ણમય વાતાવરણ સર્જાયું હતું.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8