શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી એ.આર.એસ.સખીદા આર્ટ્સ એન્ડ શ્રી સી.સી.ગેડીવાલા કોમર્સ, સી.સી.હોમસાયન્સ કોલેજ લીંબડી ખાતે તા.12/09/2023 ના રોજ પ્લેસમેન્ટ સેલ યોજાયો, જેમાં વિવિધ સંસ્થાઓ હાજર રહેલ. ન્યુ શ્રધ્ધા સ્કૂલના શ્રી પ્રતાપ ભાઈ અને રાણા ઑટો ના શ્રીપાલસિંહ હાજર રહેલ. સંસ્થાઓના પ્રતિનિધિ દ્વારા કૉલેજ ખાતે તૃતીય વર્ષમાં અભ્યાસ કરતાં 36 વિધાર્થીઓના ઈન્ટરવ્યુ લીધેલ જેમાંથી 5 વિધાર્થીઓને વિવિધ જગ્યાઓ પર પસંદ કરાયા હતા. સમગ્ર કાર્યક્રમ કૉલેજના પ્રિન્સિપાલ ડૉ.એસ.જી.પુરોહિત સાહેબના માર્ગદર્શન મુજબ યોજાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે કૉલેજના પ્લેસમેન્ટ સેલના કો-ઑ. ડૉ.એલ.કે.રાણા તેમજ કોલેજના પ્રોફ. કે.એમ.ઠક્કર, ડૉ. ડી.એ.ચાવડા, ડૉ. કે.કે.પરમાર, ડૉ. કમલાબેન રાવ, ડૉ. એ.એન.મકવાણા, ડૉ. દ્વાર જહેમત ઉઠાવવામા આવી હતી તેમજ ટીચિંગ અને વહીવટી સ્ટાફ હાજર રહેલ.
#SACHIN PITHVA SURENDRANAGAR
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8