Close Menu
    What's Hot

    VIDEO/ ઝાંસી મેડિકલ કોલેજ અગ્નિકાંડમાં 10 બાળકોના મોત, નવજાતની લાશો જોઈ આત્મા ધ્રુજી ઉઠશે

    November 16, 2024

    સાબરકાંઠા/ પિતાએ 3 બાળકો સહિત ઝેરી દવા પી કર્યો આત્મહત્યાનો પ્રયાસ, એકનું મોત

    November 14, 2024

    Esports Wetten

    September 18, 2024

    Sportwetten Prognosen Eishockey

    September 18, 2024

    Mit Smartphone Geld Verdienen Wetten

    September 18, 2024
    Facebook X (Twitter) Instagram
    • Demos
    • Buy Now
    Facebook X (Twitter) Instagram
    1 N Only News1 N Only News
    • Home
    • Gujarat
    • India
    • World
    • Auto Tech
    • Business
    • Sports
    • Dharm bhakti
    • Entertainment
    • Lifestyle
    • OMG
    • Science
    • Social
    1 N Only News1 N Only News
    Home » વધ્યા ડિવોર્સના કેસ, આ દેશમાં દર બીજા ઘરે છૂટાછેડા, જાણો ભારતનો ક્રમ
    World

    વધ્યા ડિવોર્સના કેસ, આ દેશમાં દર બીજા ઘરે છૂટાછેડા, જાણો ભારતનો ક્રમ

    1nonlynewsBy 1nonlynewsSeptember 21, 2023No Comments5 Mins Read
    Facebook Twitter Pinterest WhatsApp
    Share
    Facebook Twitter WhatsApp

    ગ્લોબલ ઇન્ડેકસ દ્વારા દુનિયાના વિવિધ દેશમાં થતાં ડિવોર્સની સંખ્યા બાબતે એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેના પરથી જાણી શકાય કે કોઈ દેશમાં કેટલા ડિવોર્સ થાય છે.  દુનિયાભરમાં પતિ-પત્ની વચ્ચે ઝગડાઓ વધતા જાય છે. આ જ કારણે દંપતીમાં થતા ડિવોર્સની સંખ્યામાં પણ દર વર્ષે વધારો થતો જોવા મળે છે. જો કે પરિવાર વ્યવસ્થા અને સંબંધ જાળવવી રાખવામાં ભારતનું નામ પહેલા નંબરે આવે છે.

    હાલમાં જ ગ્લોબલ ઇન્ડેકસનો એક રીપોર્ટ સામે આવ્યો છે. જેમાં દુનિયામાં થતા ડિવોર્સના કિસ્સામાં ભારત 1 ટકા સાથે સંબંધો નિભાવવામાં બધાથી સારો દેશ માનવામાં આવ્યો છે. બીજી તરફ દુનિયામાં સૌથી વધુ ડિવોર્સમાં પોર્ટુગીઝનું નામ પ્રથમ ક્રમે આવે છે, એટલે લે પોર્ટુગીઝ એવો દેશ છે ક જ્યાં ડિવોર્સના કિસ્સાઓ સૌથી વધુ સામે આવે છે.

    સૌથી ઓછી સંખ્યામાં આ દેશમાં થાય છે ડિવોર્સ

    • India – 1 percent
    • Vietnam – 7 percent
    • Tajikistan- 10 percent
    • Iran- 14 percent
    • Mexico – 17 percent
    • Egypt- 17 percent
    • South Africa – 17 percent
    • Brazil – 21 percent
    • Turkey- 25 percent
    • Colombia- 30 percent

    ભારતમાં કઈ પરિસ્થિતિમાં પતિ-પત્ની તલાક લઇ શકે છે?

    જો પતિ-પત્ની પરસ્પર સહમતિથી ડિવોર્સ લેવા માંગતા હોય તો તેના માટે શરત એ છે કે બંનેએ એક વર્ષ માટે અલગ રહેવું જોઈએ. આ સિવાય બંને માટે કોર્ટમાં PIL દાખલ કરવી જરૂરી છે કે તેઓ પરસ્પર સહમતિથી ડિવોર્સ લેવા માગે છે.

    કોર્ટ તેની સમક્ષ બંનેના નિવેદનો પણ રેકોર્ડ કરે છે અને તેમની સહી કરાવે છે. આ પછી કોર્ટે બંનેને સંબંધ બચાવવા વિશે વિચારવા માટે છ મહિનાનો સમય આપે છે. જ્યારે છ મહિના પૂર્ણ થઈ જાય અને બંને વચ્ચે કોઈ સમજૂતી ન થાય, ત્યારે કોર્ટ તેનો અંતિમ નિર્ણય આપે છે.

    જો કે થોડા સમય પહેલા કોર્ટે પણ સ્વીકાર્યું છે કે જો પતિ-પત્ની વચ્ચેના સંબંધો સારા નથી અને તે સ્પષ્ટ છે કે બંને સાથે રહી શકશે નહીં તો આવી સ્થિતિમાં 6 મહિના રાહ જોવાની જરૂર નથી.

    પરસ્પર સહમતિ સિવાય ડિવોર્સ અન્ય રીતે પણ લઈ શકાય છે. આમાં, જો પતિ અથવા પત્ની ડિવોર્સ લેવા માંગે છે, તો તેણે સાબિત કરવું પડશે કે તે શા માટે ડિવોર્સ લેવા માંગે છે.

    આની પાછળ ઘણી પરિસ્થિતિઓ હોઈ શકે છે, જેમ કે પાર્ટનરમાંથી કોઈ એક દ્વારા શારીરિક કે માનસિક ત્રાસ, છેતરપિંડી, પાર્ટનર દ્વારા છોડી દેવા, પાર્ટનરની માનસિક સ્થિતિ સારી ન હોવી અને નપુંસકતા. ડિવોર્સની અરજી માત્ર ગંભીર કેસમાં જ દાખલ કરી શકાય છે. ત્યારબાદ, પાર્ટનરે કોર્ટમાં જણાવેલ કારણ સાબિત કરવું પડે છે..

    દુનિયાના આ દેશોમાં થાય છે સૌથી વધુ ડિવોર્સ

    • Portuguese- 94 percent
    • Spain – 85 percent
    • Luxembourg – 79 percent
    • Russia – 73 percent
    • UK- 70 percent
    • Cuba- 55 percent
    • Finland – 55 percent
    • Belgium – 53 percent
    • France- 51 percent
    • Sweden – 50 percent

    પોર્ટુગીઝમાં શા માટે થાય છે સૌથી વધુ ડિવોર્સ?

    પોર્ટુગીઝમાં લાહના પછી ડિવોર્સ લેવા હવે સામાન્ય બાબત બની ગઈ છે. ત્યાં ડિવોર્સીને તિરસ્કારની નજરે જોવામાં આવતા નથી. સાથી ખાસ વાત એ છે કે ત્યાં 87 ટકા મહિલા સિંગલ પેરેન્ટ છે.

    અન્ય યુરોપિયન દેશની સરખામણીમાં પોર્ટુગીઝમાં મહિલાઓને વધુ વધુ અધિકાર મળે છે. એક અભ્યાસ મુજબ ત્યાં 10 માંથી 8 કપલનો ડિવોર્સ થયેલો છે. તેમજ 2020ના UNIDOના ડેટા પરથી જાણવા મળે છે કે, પોર્ટુગીઝમાં ડિવોર્સ રેટ પ્રતિ 100 મેરેજમાં 91.5 ટકા હતો. જે યુરોપિયન દેશમાં સૌથી વધુ છે.

    અન્ય દેશની સરખામણીમાં ભારતમાં કેમ ઓછા ડિવોર્સ થાય છે?

    ભારતમાં સંબંધો લાંબા સમય સુધી ચાલવાનું કારણ ભારતની સંસ્કૃતિ છે. જેમાં પરિવાર સાથે રહેવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ ઉપરાંત અનુક કિસ્સાઓ એવા પણ છે જેમાં પતિ-પત્ની કોર્ટ જતા નથી પણ જાતે જ પરસ્પર સમજુતીથી અલગ રહેવા લાગે છે. જેના કારણે સાચા આકડાઓ સામે આવતા નથી. પરંતુ તેમ છતાં અન્ય દેશના પ્રમાણમાં ભારતમાં ડિવોર્સના કેસ ઓછા હોય છે.

    પાછલા વર્ષની સરખામણીમાં ભારતમાં દર વર્ષે ડિવોર્સમાં થતો વધારો

    આમ તો વિશ્વમાં ડિવોર્સના કિસ્સામાં ભારત સૌથી પાછળ છે એટલે કે ભારતમાં ડિવોર્સ રેટ સૌથી ઓછો છે. પાર્ટી પાછલા અમુક વર્ષોથી ભારતમાં પણ ડિવોર્સના કેસમાં સતત વૃદ્ધિ જોવા મળે છે.

    હિન્દુસ્તાન ટાઈમ્સના એક રીપોર્ટ અનુસાર ભારતમાં ખુબ ઝડપથી આ દરમાં વધારો થતો જોવા મળે છે. દિલ્લીમાં દર વર્ષે 8 થી 9 હજાર ડિવોર્સના કેસ જોવા મળે છે. જે દેશમાં સૌથી વધુ છે.

    ત્યારબાદ મુંબઈ અને બેંગલોરમાં સૌથી વધુ 4 થી 5 હજાર કેસ સામે આવે છે. અહી પાછલા એક વર્ષમાં આ કેસની સંખ્યામાં બે ગણો વધારો જોવા મળ્યો છે.

    હિન્દુસ્તાન ટાઈમ્સના એક રીપોર્ટમાં એ સામે આવ્યું હતું કે 1960ના દશકમાં ભારતમાં ડિવોર્સના એક કે બે જ કેસ સામે આવતા હતા. પરંતુ 1980 આવતા આવતા આ કેસની સંખ્યા 100-200 જેટલી થઇ છે અને હવે વધીને આ આંકડો 1990માં 1000 સુધી પહોચી ગયો હતો.

    હવે દર વર્ષે દેશમાં લગભગ 9000 તલાકના કેસ સામે આવે છે.

    આ દેશોમાં નથી ડિવોર્સના કાયદા

    દુનિયામાં એક દેશ એવો પણ છે જ્યાં પતિ-પત્ની ડિવોર્સ લઇ શકતા નથી. કારણકે ત્યાં ડિવોર્સ માટે એવો કોઈ કાયદો જ નથી.

    એ દેશનું નામ ફિલીપીન્સ છે. આ દુનિયાનો એકમાત્ર દેશ છે જ્યાં ડિવોર્સનો કાયદો નથી. આ દેશમાં ડિવોર્સી બનવું એ એક અપમાનજનક બાબત છે. જો કે ફિલીપીન્સમાં મુસ્લિમ નાગરિકોને ધર્મના આધારે છૂટ આપવામાં આવે છે. પરંતુ બાકીના લોકો માટે આ દેશમાં ડિવોર્સ લેવા એ ગેરકાનૂની બાબત છે.

    અહી એવું નથી કે ડિવોર્સ લેવાની માંગણી કરવામાં ના આવી હોય પરંતુ કેથોલિક ધાર્મિક પ્રભાવના કારણે ત્યાં ડિવોર્સ પર કોઈ કાયદો બનાવી શકાય નહિ. થોડા વર્ષો પ્રહલા ફિલિપિન્સની સંસદમાં એક બિલ પાસ કરવામાં આવ્યું હતું, પરંતુ તાત્કાલિન રાષ્ટ્રપતિ બેનિગ્નો એક્કીનોના કરને આ બિલ પાસ થઇ શક્યું નહિ.

    બેનિગ્નો પોતે અપરણિત છે અને ડિવોર્સના વિરોધી છે. એમનું માનવું એવું છે કે તેઓ નથી ઈચ્છતા કે ફિલિપિન્સ એ અમેરિકાના લાસ વેગાસમાં ફેરવાઈ જાય. જ્યાં લોકો સવારે મેરેજ કરે અને બપોરે ડિવોર્સ લઇ લે.

    1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-

    https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU

    Share. Facebook Twitter WhatsApp
    1nonlynews
    • Website
    • Facebook

    Related Posts

    5000 લોકોને ફાંસી આપનાર ઈબ્રાહિમ રાયસી કોણ હતા? જેને તેહરાનનો કસાઈ પણ કહેવામાં આવે છે

    May 20, 2024

    BREAKING: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી અને વિદેશ મંત્રીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

    May 20, 2024

    ઈરાનના રાષ્ટ્રપતિ રાયસીનું હેલિકોપ્ટર સંપૂર્ણપણે નાશ, કોઈના બચવાની નથી આશા, રેસ્ક્યુ ટીમ પહોંચી ક્રેશ સ્થળ પર

    May 20, 2024

    જ્યાં ઈરાનના રાષ્ટ્રપતિ રાયસીનું હેલિકોપ્ટર ક્રેશ થયું, 17 કલાક પછી રેસ્ક્યુ ટીમ પહોંચી, બરફના તોફાનના કારણે ઓપરેશનમાં મુશ્કેલી

    May 20, 2024
    Add A Comment

    Comments are closed.

    Advertisement
    Our Picks

    VIDEO/ ઝાંસી મેડિકલ કોલેજ અગ્નિકાંડમાં 10 બાળકોના મોત, નવજાતની લાશો જોઈ આત્મા ધ્રુજી ઉઠશે

    November 16, 2024

    સાબરકાંઠા/ પિતાએ 3 બાળકો સહિત ઝેરી દવા પી કર્યો આત્મહત્યાનો પ્રયાસ, એકનું મોત

    November 14, 2024

    Esports Wetten

    September 18, 2024

    Sportwetten Prognosen Eishockey

    September 18, 2024

    Mit Smartphone Geld Verdienen Wetten

    September 18, 2024
    Advertisement
    1 N Only News
    Facebook X (Twitter) Instagram YouTube
    © 2025 1nonlynews. Designed by BLACK HOLE STUDIO.

    Type above and press Enter to search. Press Esc to cancel.