સુરતના એક જવેલર્સ દ્વારા દુંદાળા દેવ માટે વિશેષ હાર તૈયાર કરવામાં આવ્યા છે.મુંબઇના” લાલ બાગ ચા રાજા “અને પુણેના દગડુ શેઠ માટે ગોલ્ડ પ્લેટેડ ગુલાબના ફૂલના વિશેષ હાર તૈયાર કરાયા છે. જેમાં લાલ બાગ ચા રાજા માટે 9 ફૂટ લાંબો હાર તૈયાર કરાયો છે.જ્યારે દગળુ શેઠ માટે 6 ફૂટ લાંબો હાર તૈયાર કરવામાં આવ્યો છે.
સુરતના એક જવેલર્સ દ્વારા અનેક ધાર્મિક વસ્તુઓ સોના ચાંદીમાં બનાવવામાં આવી છે. જેમાં ખાસ કરીને ભગવાનની મૂર્તિઓ, અયોધ્યાનું રામ મંદિર તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમાઓ સોના અને ચાંદીમાં તૈયાર કરવામાં આવી છે. જ્વેલર્સ વેપારી ખુશાલદાસ દ્વારા મુંબઈના લાલબાગ ચા રાજા ગણપતિ બાપા માટે નવ ફૂટ લાંબો ગોલ્ડ પ્લેટેડ ગુલાબનો હાર તૈયાર કરવામાં આવ્યો છે. જે હારની અંદર 215 જેટલા ગોલ્ડ પ્લેટેડ ગુલાબના ફૂલ લગાડવામાં આવ્યા છે.
પુણેના દગડુ શેઠ માટે પણ ગોલ્ડ પ્લેટેડ ગુલાબનો હાર તૈયાર કરવામાં આવ્યો છે. જે હાર છ ફૂટ લાંબો છે અને 150 ગુલાબના ગોલ્ડ પ્લેટેડ ફુલ લગાવીને આ હાર તૈયાર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે સુરતના જ્વેલર્સ દ્વારા સૌપ્રથમ વખત આ પ્રકારે ગોલ્ડ પ્લેટેડ હાર તૈયાર કરવામાં આવ્યો છે. આ હાર આવતી કાલે બાપ્પાની પૂજામાં મોકલવામાં આવશે. મુંબઇ અને પુણેમાં ભગવાનની સેવામાં આ બંને હાર કાલે અર્પણ કરવામાં આવશે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU