પાટણ ના જાળેશ્વર ખાતે આવતીકાલે ભવાઈ યોજાશે
@partho pandya, patan
પાટણ એ ધાર્મિક નગરી તરીકે આજે પણ પૂજાય છે પાટણ માં કલા સંસ્ક્રુતિ અને ભક્તિ ભાવ નો અનેરો મહિમા છે આજે તો કોઈપણ મેસેજ ગમે ત્યાં પહોંચાડવો હોય તો તે સોશિયલ મીડિયા અને ટીવી રેડીઓ માધ્યમ છે વર્ષો પહેલા સમાજ ને જાગૃત કરવા અને સામાજિક ચેતના માટે ભવાઈ ઉત્તમ માધ્યમ હતું ત્યારે પાટણ શહેર ના પાલડી ગામે આવેલ જાળેશ્વર મહાદેવ ના મંદિરે છેલ્લા 400 વર્ષ થી કર વર્ઠું એવી ભવાઈ યોજાય છે જોઈએ એક વિશેષ અહેવાલ
ઉત્તર ગુજરાત માં જેને લોક ઉપયોગી ભવાઈ ના પ્રણેતા કહેવાય છે તેવા ઊંઝા ના અસાઈત ઠાકર આજે પણ જીવિત રહ્યા છે ભવાઈ સ્વરૂપે અને અસાઈત ઠાકર એ શરૂ કરેલ ભવાઈ આજે પણ જીવન્ત છે પાટણ ના ઔદીચ્ય શહસ્ત્ર બ્રાહ્મણ સમાજ ધ્વરા એક કરવઠું રિવાજ વર્ષો થી ચાલ્યો આવે છે અને આ ભવાઈ પાટણ તળ ના જાળેશ્વર મંદિરે ભજવાતી હોય છે ભાદરવી પૂનમે બપોરે 12 વાગે રાવણ વધ થાય છે અને ભવાઈ નું સમાપન થાય છે
આ જાળેશ્વર મહાદેવ એ સરકાર હસ્તક મંદિર છે અને અહીં દેવો ને ચઢાવવા માં આવતા દાગીના વહીવટી તંત્ર ના તિજોરી માં સ્ટ્રોંગ રૂમ માં રાખવા એમાં આવે છે અને આજે અનંત ચૌદસ ના દિવસે પૂજારી ના ઘરે થી બળદગાડા માં દાગીના નીકળતા હોય છે અને આ દાગીના ના રક્ષણ ની જવાબદારી ઠાકોર અને ભરવાડ સમાજ ના માથે હોય છે
પાટણ કૃષ્ણ સિનેમા જુના ગંજ બજાર માંથી આ શોભા યાત્રા ગીત સંગીત ના તાલે નીકળશે અને જાળેશ્વર મહાદેવ પહોંચશે અને સાંજ ના સમય થી ભવાઈ શરૂ થાય છે અને આમાં અનેક પાત્રો ભજવાતા હોય છે જેમાં રંગલો,રંગલી, ઝંડ,કાળકા, હનુમાન, અંગદ ,અને રામરાવણ નું યુદ્ધ થાય છે અને અંતે બપોરે 12 વાગે રાવણ નો વધ થતા આ કાર્યક્રમ ની સમાપ્તિ થાય છે પાટણ થી નીકળતી આ શોભા યાત્રા માં તલવારબાજી ના કરતબ દેખાડવા માં આવે છે આમ વર્ષો ની પરમ્પરા આજે પણ હયાત છે જાળેશ્વર મંદિરે મેળો ભરશે અને આખી રાત અહીં વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે
જાળેશ્વર ના મેળા માં ભાતીગળ સંસ્કૃતિ ના દર્શન જોવા મળે છે
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU