(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી તાલુકા પોલીસ મથક તથા કચ્છ જીલ્લાના અલગઅલગ વિસ્તારોમાં ચોરી કરેલ નવ મોટર સાઈકલ સાથે એક શખ્સ ને મોરબી તાલુકા પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ
મોરબી તાલુકા પોલીસ મથકના પી. આઈ. કે. એ. વાળાના માર્ગદશન હેઠળ પી. એસ. આઈ. વી.જી. જેઠવા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ નજીક વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હોય ત્યારે એક શખ્સ કાળા કલરનું નંબર પ્લેટ વિનાનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાઈકલ લઈને નીકળતા જેની પાસે જરૂરી કાગળો માગતા નહિ હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે પોકેટ મોબાઈલ એપની મદદથી સર્ચ કરતા મોટર સાઈકલ જીજે ૦૩ એ જે ૯૪૯૦ હોય જે સુનીલ કાંતિલાલ મીરાણી રહે-એવન્યુ પાર્ક મોરબીની માલિકીનું હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે વધુ પુછપરછ કરતા મોટર સાઈકલ ચાલક જયંતીભાઈ પ્રભુભાઈ બાંડા/કોળી રહે-ભીમાસર (કચ્છ-ભુજ) વાળો હોવાનું અને મોટર સાઈકલ ચોરી કરી મેળવેલ હોવાની કબુલાત આપતા પોલીસે કુલ ૯ મોટર સાઈકલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસની આ કામગીરીમાં પી. આઈ. કે. એ. વાળા, પી એસ આઈ વી.જી.જેઠવા, જયદેવસિંહ ઝાલા,દિનેશભાઈ બાવળીયા, અજીતનસિંહ પરમાર, જનકનસિંહ પરમાર,વિજયભાઈ ડાંગર, ફતેસગં પરમાર, રમેશભાઇ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, કેતનભાઇ અજાણા,ભગીરથભાઇ લોખીલ, પકંજભા ગુઢડા, વનરાજનસિંહ ચૌહાણ,કિશોરભાઈ દાવા,પૃથ્વીરાજસિંહ જાડેજા, દેવશીભાઈ મોરી, હરપાલસિંહ ઝાલા, દીપસિંહ ચૌહાણ, યશવંતસિંહ ઝાલા સહિતની ટીમે કરેલી છે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU