મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં 12 વર્ષની બાળકી સાથે ક્રૂરતાની હદ વટાવી દેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લોહીથી લથબથ દુષ્કર્મ પીડિતા કલાકો સુધી કપડાં વગર ઉજ્જૈનની ગલીઓમાં ભટકતી રહી. લોકોને મદદ માટે પૂછતા રહ્યા, પરંતુ કોઈ આગળ આવ્યું નહીં. એક સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે લોકો પાસે મદદ માટે વિનંતી કરતી જોવા મળી રહી છે અને કોઈક રીતે તેના શરીરને ઢાંકવાનો પ્રયાસ કરી રહી છે. બાદમાં મહાકાલ પોલીસ સ્ટેશન વિસ્તારના બડનગર રોડ પરથી બાળકીને પોલીસે પોતાના હસ્તક લીધી હતી. અને તેને હોસ્પિટલ લઈ ગયા હતા. સમગ્ર ઘટનાની તપાસ માટે પોલીસે હવે SITની રચના કરી છે.
જ્યારે બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે દુષ્કર્મની ઘટનાની પુષ્ટિ થઈ. બાળકીના પ્રાઈવેટ પાર્ટ પર ગંભીર ઈજાના નિશાન છે. બાળકી અઢી કલાક સુધી અર્ધ નગ્ન અવસ્થામાં એક શેરીથી બીજી શેરીમાં દોડતી રહી હતી. સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે કેટલાક લોકો તેને દોડતી જુવે છે. પરંતુ મદદ માટે આગળ આવતા નથી. વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે બાળકીની હાલત નાજુક બની ગઈ હતી. બાળકીને ઇન્દોર રિફર કરવામાં આવી હતી, જ્યાં તેને લોહી ચડાવવામાં આવ્યું હતું. હાલ બાળકી ખતરાની બહાર હોવાનું કહેવાય છે. બાળકી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની હોવાનું કહેવાય છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ બાળકી ઉજ્જૈન કેવી રીતે પહોંચી અને કોણે તેની સાથે દુષ્કર્મ કોણે કર્યું છે.
બાળકી યુપીના પ્રયાગરાજની છે
બાળકીની ભાષાના કારણે પોલીસને તપાસમાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પોલીસ અધિક્ષક સચિન શર્મા ઉત્તર પ્રદેશની એક મહિલા નિષ્ણાત પાસેથી બાળકીની ભાષા સમજવાનો પ્રયાસ કર્યો હતો. અને તેમને ખબર પડી કે તે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની આસપાસની હોઈ શકે છે. બાળકી જે ભાષા બોલી રહી છે તે ત્યાંના એક ચોક્કસ સમુદાય દ્વારા બોલવામાં આવે છે. મધ્ય પ્રદેશ પોલીસ ઉત્તર પ્રદેશ પોલીસનો પણ સંપર્ક કરી રહી છે અને યુવતીના પરિવારને શોધવાનો પ્રયાસ કરી રહી છે.
પોલીસ અને સાયબર ટીમ તપાસ કરી રહી છે
પોલીસ અને સાયબર ટીમ સીસીટીવી ફૂટેજ અને લોકોની પૂછપરછ કરીને તપાસ આગળ વધારી રહી છે. ઈન્દોર-નાગદા બાયપાસ પર હાર્ટ સ્પેશિયલ કોલોની પાસેના ફૂટેજમાં પોલીસને કેટલીક કડીઓ મળી છે. મહાકાલ પોલીસ સ્ટેશનની સાથે નીલગંગા પોલીસ પણ તપાસમાં લાગેલી છે. સાયબર નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી રહી છે. પોલીસ આ વિસ્તારની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ સ્કેન કરવામાં વ્યસ્ત છે.
ગેંગરેપનો ભોગ બનેલી 12 વર્ષની બાળકી લોહીથી લથપથ અર્ધ નગ્ન અવસ્થામાં મદદ માટે આજીજી કરતી રહી, પરંતુ કોઈને તેની દયા ન આવી. અઢી કલાકથી વધુ સમય સુધી આ બાળકી ઉજ્જૈનની શેરીઓમાં રઝળતી રહી અને આખરે પોલીસે તેને હોસ્પિટલમાં દાખલ કરી હતી. પીડિતાએ કહ્યું છે કે તેની માતા પર પણ દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો અને તે કોઈક રીતે પોતાનો જીવ બચાવવામાં સફળ રહી હતી. પોલીસ તેની માતાને કે ગુનેગારોને શોધી શકી નથી.
ઓટો ડ્રાઈવર કસ્ટડીમાં
પોલીસે સીસીટીવી ફૂટેજમાં હાર્ટ સ્પેશિયલ રોડ પર એક ઓટો ડ્રાઈવરને જોયો છે, જેમાં તે પીડિતા સાથે જોવા મળી રહ્યો છે. સીસીટીવી ફૂટેજની મદદથી ઓટો ચાલકની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. બાળકી પાસેથી પોલીસને મળેલી માહિતીના આધારે પોલીસ સંબંધિત વ્યક્તિ સુધી પહોંચે તેવી શક્યતા છે. પોલીસ સાથે વાત કરતી વખતે બાળકીએ જણાવ્યું કે તે દુષ્કર્મનો શિકાર બન્યા બાદ પોતાનો જીવ બચાવવા ભાગી ગઈ હતી.
અજાણ્યા વિરુદ્ધ FIR
ઉજ્જૈનના પોલીસ અધિક્ષક સચિન શર્માએ જણાવ્યું કે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. બાળકીની હાલત નાજુક હોવાથી તેને ઈન્દોર રીફર કરવામાં આવી હતી. બાળકીને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. લોહીની અછત હતી જેના માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ મામલામાં SIT ટીમ બનાવવામાં આવી છે અને આસપાસના વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન ચાલુ છે. ઘટના સ્થળ હજુ સુધી જાણી શકાયું નથી, પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે. આ મામલામાં અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ભૌતિક પુરાવા અને ટેકનિકલ પુરાવા હશે અને જેણે પણ આ ઘટનાને અંજામ આપ્યો છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સરકાર ઉજવણીમાં વ્યસ્ત :કોંગ્રેસ નેતા
આ ઘટના અંગે કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવાયું હતું કે, ઉજ્જૈનની ઘટનાએ દેશની આત્માને શરમમાં મૂકી દીધી. 12 વર્ષની દીકરી પર બળાત્કાર થયો… છોકરી અર્ધ-નગ્ન હાલતમાં કલાકો સુધી ફરતી જોવા મળી, તેના શરીરમાંથી લોહી ટપકતું રહ્યું. મધ્યપ્રદેશમાં શું થઈ રહ્યું છે? શિવરાજ સિંહ ચૌહાણ અને બીજેપીને ઉજવણીમાંથી સમય મળે તો મધ્યપ્રદેશની દીકરીઓની ચીસો સાંભળવા મળે… તે દીકરીએ કહ્યું કે તેની માતા સાથે પણ ખોટું થયું છે. સરકાર ઊંઘી રહી છે… આ ગુનેગારોની તાત્કાલિક ધરપકડ થવી જોઈએઃ
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU