હાલોલ રેફરલ હોસ્પિટલમાંથી ઘરે ગયા બાદ અ
મોહસીન દાલ,ગોધરા
હાલોલ તાલુકાના ગોવિંદપુરી ગામની પાંચ સંતાનોની માતાનું સરકારી રેફરલ હોસ્પિટલમાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યા બાદ ઉલ્ટીઓ બંધ ન થવાને કારણે અકાળે મોત થતા પરીવારજનો એ ઓપરેશન કરનાર તબીબ સામે બેદરકારીના આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે. જેમાં હાલોલ રૂરલ પોલીસે મહિલાના મોત સંદર્ભે અકસ્માત મોત એ.ડી. નોંધી મહિલાના મૃતદેહનું વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની મળતી વિગતો પ્રમાણે હાલોલ તાલુકાના ગોવિંદપુરી ગામે રહેતી પાંચ સંતાનોની માતા મીનાબેન ચરણસિંહ સોલંકી ઉંમર વર્ષ ૩૪ નાઓને ગત ગુરૂવારના રોજ અરાદ આંગણવાડીની આશા વર્કર સુખીબેન સોલંકી કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવા માટે હાલોલની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં કુટુંબ નિયોજન ઓપરેશનનો કેમ્પ ચાલતો હતો જેમાં મીનાબેનનું કુટુંબ નિયોજનનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને બીજા દિવસે મીનાબેનને રજા આપતા તેઓ પોતાના ગોવિંદપુરી ખાતેના ઘરે પરત આવ્યા હતા જેમાં ઓપરેશન કરીને આવ્યા બાદ મીનાબેનને સતત ઉલ્ટીઓ ચાલુ રહી હતી જેમાં ગતરોજ સાંજના સુમારે પણ એકાએક ઉલ્ટી થઈ મીનાબેનનું અચાનક જ કરુણ મોત નીપજ્યું હતું. જેમાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાયા બાદ ઉલ્ટીઓ બંધ ન થઈ મીનાબેનનું અકાળે મોત થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું અને પાંચ સંતાનોની માતા પોતાના પાંચ સંતાનોને નિરાધાર છોડી ચાલી જતા પરિવાર દુઃખ સાથે આઘાતમાં ગરકાવ થયું હતું જેમાં પરિવારજનો તાત્કાલિક મીનાબેનના મૃતદેહ લઈને હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે આવ્યા હતા અને બનાવ અંગે હાલોલ રૂરલ પોલીસ પણ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવી હતી જેમાં મીનાબેનનુ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરનાર તબીબ દ્વારા ઓપરેશન કરવામાં બેદરકારી દાખવી ઓપરેશન કેમ્પમાં ચાલતા ઓપરેશન દરમ્યાન શિખાઉ વ્યક્તિ દ્વારા ઓપરેશન કરાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જ્યારે આંગણવાડીની મહિલા વર્કર સુખીબેન દ્વારા પણ પરિવારજનોની પણ જાણ બહાર મીનાબેનને આ ઓપરેશન કરવા લઈ ગયા હોવાનો પણ આક્ષેપ કરાયો હતો જેને લઇને તબીબની બેદરકારી અને શિખાઉ વ્યક્તિ દ્વારા મીનાબેનના ઓપરેશન કરવાની બાબતને લઈને મીનાબેનને ઉલટીઓ બંધ ન થઈ તેઓનું મોત થયું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો અને પોલીસને તટસ્થ કાર્યવાહી કરી તપાસની માંગ કરવા માંગણી કરાઈ હતી જેને લઇને પોલીસે મીનાબેનના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવા માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો અને હાલ પૂરતી બનાવ અંગે રૂરલ પોલીસ મથકે અકસ્માત મોત એડી નોધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે જેમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મીનાબેનના મોતનું સાચું કારણ જાણવા મળશે તેવી માહિતી મળવા પામી છે.