- તત્કાલીન સમયના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ પણ ખાતમુર્હત કર્યુ હતું…
- ગોધરાના લાલબાગ બસ સ્ટેન્ડ થી પ્રભા કોતર સુધી બનનારા ઓવર બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈ-ખાતમૂર્હત કરતા શહેરીજનો ગોથે ચડ્યા.!!
મોહસીન દાલ, ગોધરા
ગોધરાના લાલબાગ એસ.ટી.સ્ટેન્ડ થી પ્રભા કોતર સુધી ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોડેલીની જાહેરસભાના મંચ ઉપર ઈ-ખાતમૂર્હત કરતા આ મુદ્દો શહેરીજનો અને ખુદ ભા.જ.પ. સમૂહમાં અંદરખાને ચર્ચાઓમાં ગોઠવાયો છે. એટલા માટે કે ગોધરા લાલબાગ એસ.ટી.સ્ટેન્ડ ખાતે ફ્લાય ઓવર બ્રિજ બનાવીને ટ્રાફિક સમસ્યાઓથી શહેરીજનોને મુક્ત કરાવવામાં આવશે ની જાહેરાત સાથે ગુજરાત સરકારના તત્કાલીન સમયના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા તા.૨૮ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ ગોધરા ખાતે લાલબાગ એસ.ટી. સ્ટેન્ડ ખાતેથી ઓવરબ્રીજ બનાવવાની જાહેરાત સાથે ખાતમુર્હત કરાયું હતું. ત્યારબાદ ૨૧ મહિનાઓ બાદ આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વધુ એક વખત આજ ઓવરબ્રિજ સંદર્ભમાં ઈ-ખાતમુર્હત કરવામાં આવતા શહેરીજનો પણ ચર્ચાઓ સાથે માથું ખંજવાળતા થઈ ગયા હતા.!!
ગોધરા શહેર ખાતે બનનારા નવીન ફ્લાય ઓવરનુ ઈ-ખાતમુર્હત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામા આવ્યુ હતુ. છોટાઉદેપુરના બોડેલી ખાતે યોજાયેલી સભાથી આ ફ્લાયઓવર બ્રીજનુ ઈ-ખાતમુર્હત કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમા ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી અને સાંસદ રતનસિંહ રાઠોડ સહિત ભાજપના આગેવાનો તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
શહેરમા દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે ખાસ કરીને દાહોદ રોડ પર પણ આ પરિસ્થિતી થવા પામી છે. હાલમાં ભુરાવાવ વિસ્તારમાં ફલાય ઓવર બનાવાની કામગીરી ચાલી રહી છે. હવે ગોધરા –દાહોદ રોડ પર ફલાય ઓવર રોડ બનવાનો છે.બોડેલી ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભા સંબોધી હતી. ત્યારે વિવિધ વિકાસકામોના ખાતમુર્હત કરવામાં આવ્યા હતા.જેમા ગોધરા શહેરના ધમધમતા દાહોદ રોડ પર ફલાય ઓવર બ્રિજનું ઈ-ખાતમુર્હત નરેન્દ્ર મોદી દ્વારા કરવામા આવ્યુ હતુ, જેને લઈને ગોધરા ખાતે પણ નાનકડો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.જેમા ગોધરા લાલબાગ ખાતેથી પ્રભા કોતર સુધી બનાનારા ફલાયઓવર બની રહ્યો છે. ગોધરા ધારાસભ્ય સી.કે. રાઉલજી અને સાંસદ રતનસિંહ રાઠોડ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, નોધનીય છે કે આ ફ્લાયઓવર બનવાથી ગોધરા શહેરમાં ટ્રાફિકનુ ઘણુ મોટુ ભારણ ઓછુ થશે. ત્યારે શહેરીજનો પણ આ બનનારા ફ્લાય ઓવરથી ખુશમિજાજ જોવા મળી રહ્યા છે.