ભાજપા સાંસદ મેનકા ગાંધી (Maneka Gandhi)એ તાજેતરમાં જ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શસનેસ (ISKCON) પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. આ બાબતને ગંભીરતાથી લઈ આ ઈસ્કોને તમામ આરોપોને પાયાવિહોણા કહ્યા છે અને મેનકા ગાંધીને 100 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ મોકલી છે. ઈસ્કોન કોલકાતા (ISKCON Kolkata)ના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે કહ્યું કે, આ અપમાનજક, નિંદનિય અને દુર્ભાવનાપૂર્ણ આરોપોથી ઈસ્કોનના ભક્તો ખુબ જ દુઃખી છે. અમે ઈસ્કોન વિરુદ્ધના ભ્રામક પ્રચાર વિરુદ્ધ ન્યાય મેળવવા કોઈપણ કસર નહીં છોડીએ….
મેનકા ગાંધીએ શું કહ્યું હતું ?
તાજેતરમાં સોશિચલ મીડિયા પર મેનકા ગાંધીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ઈસ્કોર પર કસાઈઓને ગાયો વેચવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં તેમણે ઈસ્કોનને દેશની સૌથી મોટી ચીટર સંસ્થા કહી હતી.
‘ગૌશાળામાં એકપણ વાછરળુ ન હતું, તમામને વેચી દેવાઈ’
વીડિયોમાં મેનકા ગાંધી બોલી રહ્યા છે કે, ઈસ્કોન ગૌશાળાની સ્થાપના કરે છે અને આ માટે સરકાર પાસેથી જમીનનો મોટો ટુકડો લે છે અને અમર્યાદિત લાભો પણ કમાય છે… તેમણે દાવો કર્યો હતો કે, તેઓ તાજેતરમાં જ (આંધ્રપ્રદેશમાં) તેમની અનંતપુર ગૌશાળાની મુલાકાતે ગયા હતા, ત્યાં એક પણ ગાયની સ્થિતિ સારી ન હતી… તેમણે કહ્યું હતું કે, ગૌશાળામાં એકપણ વાછરળુ ન હતું, જેનો અર્થ એવો છે કે, તમામને વેચી દેવામાં આવી…
‘ઈસ્કોન તેની તમામ ગાયો કસાઈઓને વેચી રહી છે’
મેનકાએ વધુમાં કહ્યું કે, ઈસ્કોન તેની તમામ ગાયો કસાઈઓને વેચી રહી છે. આવા પ્રકારનું કામ તેમના વધુ કોઈ બીજું ન કરી શકે… આ તે જ લોકો છે, જેઓ રસ્તા પર ‘હરે રામ હરે કૃષ્ણા’ના જામ કરીને ફરે છે અને કહે છે કે, તેમનું સંપૂર્ણ જીવન દૂધ પર નિર્ભર છે…
ઈસ્કોને આરોપોનો પાયાવિહોણા કહ્યા
ઈસ્કોને મેનકા ગાંધીના આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા… સંસ્થા દ્વારા જણાવાયું હતું કે, તેઓ પૂર્વ કેન્દ્રીય મંત્રીના નિવેદનથી આશ્ચર્યમાં છે… ઈસ્કોનના રાષ્ટ્રીય પ્રવક્તા યુધિષ્ઠિર ગોવિંદા દાસે કહ્યું છે કે, ઈસ્કોને વિશ્વના ઘણા ભાગોમાં ગાયનું સંરક્ષણ કરવાની પહેલ કરી છે. ખાસ કરીને તેવા વિસ્તારોમાં, જ્યાં ગૌમાસ લોકોનો મુખ્ય આહાર છે. ગોવિંદા દાસે કહ્યું કે, હાલ ઈસ્કોનની ગૌશાળામાં જે ગાયો છે, તેમાંથી મોટાભાગની ગાયોને છોડી દેવાયા બાદ અથવા ઈજાગ્રસ્ત થયા બાદ લવાઈ છે… કેટલીક એવી ગાયો પણ છે, જેને હત્યા કરવાથી બચાવ્યા બાદ અમારી પાસે લવાઈ હતી…
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvd
https://whatsapp.com/channel/0029Va5RjMRAO7RAcAoPSt1b