@પાર્થો અલ્કેશ પંડ્યા પાટણ
જૈનોના મહાન આચાર્ય હેમચંદ્રાચાર્યજીના નામ ઉપરથી પાટણ યુનિવર્સિટી નું નામ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી રાખવામાં આવ્યું છે ત્યારે યુનિવર્સિટીમાં થતા કૌભાંડો અને વિવાદો ને કારણે યુનિવર્સિટી નું નામ ખરડાઇ રહ્યું છે.હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી છાશવારે અનેક વિવાદોમાં ઘેરાયેલી રહેતી હોવાને કારણે યુનિવર્સિટીની છબી ખરડાઈ છે. એમબીબીએસ ગુણ સુધારણા કૌભાંડ અને ઉત્તરવહીઓ ગુમ થયા બાબતે શિક્ષણવિદોમાં યુનિવર્સિટીની છાપ ખરડાઈ છે. ત્યારે આજે ફરી એકવાર યુનિવર્સીટી વિવાદમાં આવી છે. ગાંધી જયંતીના દિવસેNSUIના કાર્યકરોએ યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતુ. જેમાં યુનિવર્સિટી ની કેન્ટીન ની આસપાસમાંથી,વહીવટી ભવનની આજુબાજુ માંથી તેમજ યુનિવર્સિટીના રેસ્ટ હાઉસ ની આજુબાજુ માંથી વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવી છે. ખાલી બોટલો જોઈને NSUI ના કાર્યકરો ચિકિત થયા હતા. શિક્ષણધામમાં આવુ ગેરકાયદેસર કૃત્ય કોણ કરી રહ્યું છે. તેને લઈને અનેક સવાલો ઊભા થયા છે ત્યારે યુનિવર્સિટીમા વિદેશી દારૂની બોટલો લાવનાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ NSUI ના કાર્યકરોએ કરી છે.