@જુગલ જોશી
આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ દ્વારા હિંમતનગર ખાતે અલગ અલગ વિસ્તારમાં બચ્ચે હી આગે સ્પર્ધામાં ૪ થી ૧૫ વર્ષ ના બાળકોએ ભાગ લીધો હતો,સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ તરફથી રંગપૂર્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું,આ રંગપૂર્તી સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર બાળકોને પ્રોત્સાહિત ઈનામ અને સન્માન પત્રક આપવામાં આવ્યા હતા,આ સ્પર્ધામાં ભાગ લેનાર અન્ય બાળકોને પણ સન્માન પત્રક અને સ્ટેશનરી કીટ આપવામાં આવી હતી,આ સ્પર્ધામાં ૩૫૦ થી પણ વધુ બાળકોએ ભાગ લીધો હતો,આ કાર્યક્રમ દરમિયાન હિંમતનગરના ધારાસભ્ય વી. ડી.ઝાલા, ડીકુલભાઈ ગાંધી, બીજેપી મહિલા મોરચાના કાજલબેન દોશી, દિવ્ય ભાસ્કર બ્યુરો ચીફ યોગેશભાઈ બ્રહ્મભટ્ટ, નિશાન બ્રાન્ચ મેનેજર પ્રદીપસિંહ રાઠોડ, ભરતસિંહ પરમાર, આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના મહામંત્રી અમૃતજી ઠાકોર, યોગી સુરેન્દ્રનાથજી ઓઘડ, રાષ્ટ્રીય બજરંગ દળ સાબરકાંઠા જિલ્લા અધ્યક્ષ કનકસિંહ ઝાલા, રમેશસિંહ મકવાણા, નીકુલસિંહ મકવાણા,આ તમામ મહેમાનો ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આંતરાષ્ટ્રીય હિંદુ પરિષદના આ કાર્યક્રમ દરમિયાન સાંઈ આરવ નિશાન, એસ.પી. ટાટા મોટર્સના હિરેનભાઈ વ્યાસ, કુમાર ઇલેક્ટ્રોનિક્સના અપૂર્વભાઈ શાહ,વિમલ બેગ હાઉસના રવિભાઈ જેઠવાની, સુનિલભાઈ રંગલાની વગેરે દાતાશ્રીઓ એ મહત્વનો ફાળો આપ્યો હતો, રાષ્ટ્રીય બજરંગ દળના દિનેશભાઈ સોનગરા દ્વાર વ્યવસ્થા માટે હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
*(જુગલ જોશી,હિંમતનગર)*