ધો.1માં બાળકને દાખલ કરવામાં તેણે 6 વર્ષ પુરા કરેલા હોવા જોઈએ તેવા નવા શૈક્ષણિક વર્ષથી રાજય સરકારે જે નિયમ કડક રીતે અમલમાં મુકયો તેની અસર દેખાવા લાગી છે અને તે પ્રાથમીક તથા લાંબાગાળાની હશે તેવું માનવામાં આવે છે તથા શાળાઓને પણ તેની સ્ટેટેજી બદલવી પડશે.
ગુજરાતમાં આ વર્ષે માતા-પિતાએ તેના બાળકને રંગેચંગે સારી શાળામાં ધો.1 માટે તૈયારી કરવાની હતી. તેઓએ હવે સિનીયર કેજી બાદ સીધા ધો.1 નહી પણ તેના સંતાનને ‘બાલ વાટીકા’માં એડમીશન આપવાની પ્રક્રિયા શરુ કરવી પડી હતી. કારણ કે તેના સંતાનને હજું 6 વર્ષ પુરા થયા ન હતા અને કોઈ સ્કુલ જોખમ લેવા તૈયાર ન હતી. તેના કારણે રાજયની 39% શાળાઓમાં આ વર્ષે ધો.1નો એકપણ વિદ્યાર્થી દાખલ થયો નહી.
અમદાવાદનો જ દાખલો લઈએ તો સરકારી ગણાતી 232 શાળાઓમાંથી મોટાભાગમાં ધો.1ના વિદ્યાર્થીનું એડમીશન થયું ન હતું અને રાજય સ્તરે 12336 શાળામાં આ સ્થિતિનો સામનો કરવો પડયો છે. નવી નેશનલ એજયુકેશન પોલીસી લાગુ થશે.વાસ્તવમાં તે 2020થી જ લાગુ કરવાની હતી પણ કોવિડના કારણે વિલંબમાં મુકવી પડી હતી. જો કે અગાઉ જે બાળકો કેજી અને સીનીયર કેજીથી સીધા ધો.1માં દાખલ થતા હતા તેઓને અભ્યાસમાં કોઈ ગેપ પડે નહી તે માટે ‘બાલવાટીકા’નું એક નવો કયાસ ઉમેરાયો અને તેથી ધો.1માં જેઓને દાખલ થવાનુ હતું તેવા 7.50 લાખ વિદ્યાર્થીઓ બાલવાટીકામાં દાખલ થયા હતા.
ફકત સરકારી જ નહી ખાનગી શાળાઓની પણ એજ હાલત છે. તેઓએ પ્રી-કલાસ વન એટલે કે ધો.1 પુર્વ તે રીતે એક વર્ગ ઉભો કરી દીધો અને તેમાં પાંચ વર્ષ કે તેથી વધુના બાળકોને એડમીશન અપાયું આમ તેઓ પોતાના ભવિષ્યના વિદ્યાર્થી ‘છટકી’ જાય નહી તે ચિંતા કરી હતી. સામાન્ય રીતે ધો.1માં દર વર્ષે 10 લાખ વિદ્યાર્થીઓ એડમીશન લેતા હતા તો આ વર્ષે ફકત 3.18 લાખ જ ધો.1માં એડમીટ થયા બાકીના 7.45 લાખ ‘બાલવાટીકા’માં ભણશે અને આગામી શૈક્ષણિક વર્ષમાં તે ધો.1માં જશે. હવે જો ધો.1માં આ હાલત રહે તો સરકારી શાળામાં શિક્ષકો સરપ્લસ થશે તો ખાનગી શાળાઓમાં હજારો નોકરી ગુમાવશે.
ભિલોડાના ધારાસભ્ય અને પૂર્વ એસ.પી.ના ઘરે લૂંટનો ઉકેલાયો ભેદ : આરીતે ઘટનાને આપ્યો હતો અંજામ
શિયાળામાં પડશે હાડ થીજાવતી ઠંડી, અંબાલાલ પટેલે કર્યો ભયાનક વરતારો
સુરત/ પિતા-પુત્રએ પરણીતાને દારૂ પીવડાવી આચર્યું દુષ્કર્મ