હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના હોલમાં વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. (Patan BJP MP)જેમાં જિલ્લાના ઉદ્યોગકારોએ રૂપિયા 100 કરોડના રાજ્ય સરકાર સાથે એમઓયુ કર્યા હતા.(Bharat Sinh dabhi) પાટણ લોકસભા બેઠકના ભાજપના સાંસદે સરકાર વિરૂદ્ધ વિવાદિત નિવેદન કરતાં સભામાં ઉપસ્થિત સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા.
સાંસદના સરકાર વિરૂધ્ધના નિવેદનથી લોકો સ્તબ્ધ થઈ ગયા
પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ વિવાદિત નિવેદન કરતાં જણાવ્યું હતું કે મે અત્યાર સુધીમાં 26 જેટલા ઉધોગો શરૂ કર્યા પરંતુ દરેક ઉધોગમાં નુકશાન કરી બંધ કરવા પડ્યા છે. જોકે તેઓએ રાજકારણ ને 27 મો ઉધોગ ગણાવી પંચાયતથી પાલાજ્મેન્ટરીની સફરમાં તેઓ સકસેસ રહ્યા હોવાનું અને કોઈજપ્રકારની તકલીફ ના પડી હોવાનું જણાવતા પાટણ સાંસદના સરકાર વિરૂધ્ધના આવા નિવેદનથી ઉપસ્થિત સૌ સ્તબ્ધ થઈ ગયા હતાં.
ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે 100 કરોડના એમઓયુ કર્યા
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સફળતા પૂર્વક બે દાયકા પૂર્ણ કરી રહી છે, જેના ભાગરૂપે તેમજ આગામી વાયબ્રન્ટ ગુજરાતની પ્રિ-ઈવેન્ટઅંતર્ગત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ પાટણ સમિટ કેબિનેટમંત્રી અને સિધ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતનાં અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.આ સમિટમાં ઉપસ્થિત પાટણ જિલ્લાના ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે 100 કરોડથી વધુના એમઓયુ કર્યા હતા.તેમજ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાથીઓને લોન સહાયના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU