કાર્તિક વાજા ગીર સોમનાથ
ઊના ગીરગઢડા તાલુકાના ખિલાવડ ગામની સેવા સહકારી મંડળીમાં રૂ.૮૦ લાખથી વધુનું કોંભાડ થવાની ગીરગઢડા પોલીસમાં જેડી સી સી બેંકના મેનેજરે સેવા સહકારી મંડળીના પ્રમુખ તેમજ મંત્રી અશોક બગીયા પર ફરીયાદ નોધાવ્યા બાદ જે તે સમયે ગીરગઢડા પી એસ આઇ આર.એચ સુવાએ તપાસ હાથ ધરી ખિલાવડ સેવા સહકારી મંડળીના પ્રમુખની ધરપકડ કરી હતી. જ્યારે મંત્રી અશોક બગીયા ભુર્ગભમા ઉતરી ગયેલ હતો. આ કોંભાડની તપાસ શરૂ હતી. ત્યાંજ ધોકડવા સેવા સહકારી મંડળીમાં પણ રૂ.૩૩ લાખથી વધુનું કૈાભાંડ બહાર આવતા ગીરગઢડા જે ડી સીસી બેંકના મેનેજર ધોકડવા સેવા સહકારી મંડળીના પ્રમુખ જયંતિ લખમણ માળવી તેમજ મંત્રી અશોક બગીયા વિરૂધ્ધ ફરીયાદ નોધાવતા પોલીસે પ્રમુખની ધરપકડ કર્યા બાદ આજે અચાનક મંત્રી અશોક બગીયા ગીરગઢડા પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે અશોક બગીયાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંત્રેએ ઉલ્લેખનિય છેકે ખિલાવડ તેમજ આ બન્ને સેવા સહકારી મંડળીમાં મંત્રી તરીકે અશોક બગીયા ફરજ બજાવતો હોય અને રૂ. એક કરોડથી વધુનું કૈાભાંડ ઘણા લાંબા સમયથી શરૂ હોય ત્યા સુધી કોંભાડથી બેંકના અધિકારીની જાણ બહાર આ કોંભાડ હોય તે વાત પણ વિચારવા જેવી છે. હાલ આ બન્ને મંડળીના રૂ. બે કરોડ જેટલી ખોટ બતાવતી હોવાનું પણ સુત્રો માંથી જાણવા મળી રહ્યુ છે. ત્યારે પોલીસ દ્રારા આ સમગ્ર પ્રકરણની ઉડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તો આ કૈાભાંડનો આંકડો કલ્પના બહાર આવી શકે તો નવાઇ કહેવાશે નહી. હાલ પોલીસ દ્રારા મંત્રીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી કરવામાં આવશે. ત્યારબાદ મંત્રી અશોક બગીયા પોલીસ સમક્ષ કૈાભાંડના રાઝ ખોલે તે તો આવનારો સમય કહેશે. વિશેષમાં જાણવા મળતી વિગત મુજબ આ મંત્રી અશોક બગીયા સરકારી મંડળીમાં વર્ષોથી કામ કરતો હોવાથી આવા કૈાભાંડનો માસ્ટર માઇન્ડ પણ કહેવામાં આવે છે. જ્યારે તે ખિલાવડ ધોકડવા સીવાય ભાચા સેવા સહકારી મંડળીમાં પણ ફરજ બજાવે છે. ત્યારે બે ગામમાં તો એક કરોડથી વધુનું કોંભાડ બહાર આવ્યુ ત્યારે ભાચામાં પણ કૈાભાંડ થયું છેકે નહીં તેવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે.
તપાસમાં જે કોઇની સંડોવણી હશે તેની સામે કાર્યવાહી થશે…પી એસ આઇ સુવા…
અલગ અલગ બે સહકારી મંડળીઓમાં રૂ.એક કરોડથી વધુનું કોંભાડ પોલીસ દફતરે નોધાયા બાદ આ બાબતે ગીરગઢડા પી એસ આઇ આર.એચ સુવાનો સંપર્ક કરતા તેમણે જણાવેલ હતુ કે આ પૈસા ખેડૂતોના છે અને ખેડૂતોને ન્યાય મળવો જોઇએ આ કોંભાડની તટસ્થ તપાસ થશે. અને જે કોઇની સંડોવણી બહાર આવશે તેની સામે કાર્યવાહી કરીશું
ખિલાવડ સેવા સહકારી મંડળીનું રૂ.૮૦ લાખથી વધુનું કૈાભાડ ઓગસ્ટમાં થયેલ હોય અને પ્રમુખની ધરપકડ થતા બાદ હજુ સુધી જામીન મળ્યા નથી..
રીપોર્ટર.કાર્તિક વાજા ઊના