@partho Alkesh pandya
ગત વર્ષે થયેલ આયોજન નો ટ્રસ્ટ દ્વારા હિસાબ ચેરિટી કમિશનર ની કચેરી તેમજ મનોરંજન કર વિભાગ પાટણ ની જેતે શાખા માં જમા કરાવ્યો કે કેમ તેની ચર્ચા જાગી!!!?
હાલ પાટણ નું વહીવટી તંત્ર ક્યાં ક્યા નિયમો આધારિત પરવાનગી આપશે તેમજ ટિકિટ ન ભાવ તેના પર જીએસટી અને મનોરંજન કર કેટલો ચૂકવવા નો થશે!!
પાટણ
ભક્તિ શક્તિ અને આરાધના નું પર્વ એટલે આશો નવરાત્રી નવ દિવસ હવે યુવા હૈયાઓ માં નવરાત્રી નો થનગનાટ જોવા મળશે વર્ષો પહેલા નવરાત્રી ના ગરબા મહોલ્લા શેરી પોળ અને સોસાયટી માં પરંપરા ગત થતા હતા પરંતુ ધીરે ધીરે શેરી ગરબા પાર્ટી પ્લોટ તેમજ કોમર્શિયલ માં તબદીલ થવા લાગ્યા અને પછી રીતસરનો એક બિઝનેસ બની ગયો અને હવે ધાર્મિક લાગણીઓ સાથે લોકો ના ખિસ્સા હળવા કરવાનું આયોજન એટલે કોમર્શિયલ પાર્ટી પ્લોટ ગરબા જે ટિકિટ ના દર માં પણ રૂપિયા સો મીનીમમ થઈ ગયો છે અને શનિ રવી માં આ ભાવ વધી જતો હોય છે ત્યારે પાટણ માં ત્રણ સ્થળે સેવાકીય પ્રોજેક્ટ તેમજ જીવદયા ના નામે નવરાત્રી શરૂ થઈ રહી છે
પાટણ માં કેટલાક લોકો સીજનલ ધંધા ના માહિર છે અને કોઈક ના ખભે બંદૂક મૂકી ને નવરાત્રી માં સારું એવું ફંડ એકત્ર કરતા હોય છે
પાટણ ના પાર્ટી પ્લોટ માં થતા ગરબાઓ ની ટિકિટો નો મનોરંજન કર , ભરે છે કે કેમ એ તપાસ થવી જરૂરી છે ગત વર્ષે મનોરંજન કર ભર્યો હતો કે કેમ ?
પાર્ટી પ્લોટ માં મેદાન માં ગરબા નું આયોજન માં મેદાન માં જે બેનરો લગાવવા માં આવે છે તે બેનરો ના ભાવ પણ ઊંચા હોય છે તે બેનરો થાકી લાખોની આવક ના હિસાબો પણ વહીવટી તંત્ર ને બતાવે છે કે કેમ !!?
હાલ નવરાત્રી ને લઈ ગરબા સ્થળે પ્રવેશ બાબતે અનેક વિરોધાભાસ જોવા મળી રહ્યો છે ગુજરાત માં મોટાભાગ ની હિંદુવાહિની સંસ્થાઓ એ પ્રવેશ વખતે ગંગાજળ અને તિલક ની વાત કરી છે
બીજી બાજુ જે જાહેરાતો લીધી છે તેમાં ફંડ કોનું એની પણ ચર્ચા થવી જોઈએ જો તમે એક બાજુ પ્રવેશ નો મામલો હોય તો તમે કોઈ વિવાદાસ્પદ જાહેરાત લીધી હોય તે પાર્ટી ને ટોકન ફ્રી પાસ આપવા માં આવે છે તે પાસ લઈ ને ગરબા સ્થળે પ્રવેશ આપવામાં આવે તો આયોજકો નું શું વલણ રહશે
આમ અનેક પ્રશ્નો વચ્ચે પરવાનગી મળસે પણ ધારાધોરણ નો છેદ ઉડી શકે છે
બીજી બાજુ વહીવટી તંત્ર અને રાજકીય આગેવાનો ને બોલાવી શુભારંભ કરાવી ને તેમનો તેમજ તેમની સત્તા નો દુરુપયોગ કરી આયોજકો પોતાનો ફાયદો મેળવશે આવા અનેક પ્રશ્નો વચ્ચે વહીવટી તંત્ર મંજૂરી આપશે અને ત્યાં પણ પત્રમ પુષ્પમ સાથે ટિકિટો ની લાહની થશે તો બોલકા વ્યક્તિઓને સાચવી લેવા માં આવશે આમ વહીવટી તંત્ર ક્યા નિયમો આધારિત પરવાનગી આપે છે તે જોવું રહ્યું