હાલમાં જ સુપ્રીમ કોર્ટે 24 મહિનાથી વધુની ગર્ભાવસ્થાના ગર્ભપાતને મંજૂરી આપવાનો ઇનકાર કરતો ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. આમ જોવા જઈએ તો કાયદાકીય અને માનવતાની દ્રષ્ટિએ કોરનો આ નિર્ણય બિલકુલ યોગ્ય છે. પરંતુ શું એક મહિલાના દ્રષ્ટિકોણથી વિચારીશું તો કદાચ આ નિર્ણય કદાચ યોગ્ય નહિ લાગે.
શું બાળકને જન્મ આપવાની તેને ઉછેર કરવાની તેનું પાલન પોષણ સારું શિક્ષણ અને સમાજ જીવન આપવાની જવાબદારી માત્ર મહિલાની જ છે. જી હા. આપણા સમાજના રિવાજો અનુસાર આ બધી જવાબદારી માત્ર મહિલાના ભાગે જ આવે છે. મોટા ભાગના પુરુષો બાળક ઉછેરની જવાબદારીમાંથી છટકી જતા હોય છે. એટલે સુધી કે રાત્રે બાળક રડે એમની ઊંઘમાં ખલેલ પડે તે પણ તેઓ સહન કરી શકતા નથી. માત્ર પૈસા આપી પોતાની જવાબદારીમાંથી છટકી જતા હોય છે.
આપણા દેશમાં જોઈન્ટ પેરેન્ટિંગનો કન્સેપટ છે જ નહીં. જો કે એવું ન કહી શકાય કે કોઈ પતિ કોઈ જવાબદારી લેતો નથી, પરંતુ મોટાભાગના પતિ કોઈ જવાબદારી લેતા નથી. આવી સ્થિતિમાં, જો સ્ત્રી પાસે બાળકને જન્મ આપવો, કેટલા બાળકને જન્મ આપવો, એવા વિકલ્પ હોય તો સ્ત્રી માટે બાળકો ઉછેર કરવું અને વધુ સરળ બની રહે છે.
જો સ્ત્રી પાસે શરીર છે, જો તે બાળકને જન્મ આપવા અને તેને ઉછેરવા માંગે છે, તો તેને આ પસંદગી આપવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે ક્યાંય એવું નથી કહ્યું કે બાળકના ઉછેરની જવાબદારી પુરુષની પણ છે, સર્વોચ્ચ અદાલતે એવું નથી કહ્યું કે સંયુક્ત પેરેન્ટિંગની જવાબદારી આપણા દેશમાં સિદ્ધાંત તરીકે વિકસાવવી જોઈએ. એવું ચોક્કસપણે કહેવામાં આવ્યું છે કે સ્ત્રી પરિણીત હોવાથી, બાળકને જન્મ આપવાની અને તેને ઉછેરવાની જવાબદારી તેની છે. પરંતુ સ્ત્રી પણ એક જીવતી જાગતી મનુષ્ય છે, શેરીમાં રખડતું પ્રાણી નથી, અને તેથી જ તેને સંપૂર્ણ અધિકાર, સંપૂર્ણ પસંદગી હોવી જોઈએ.
ગર્ભપાત માટે સ્ત્રી પાસે ઘણાં કારણો હોઈ શકે છે
માત્ર મેડિકલ બોર્ડ જ નક્કી કરી શકે છે કે મહિલાને ખબર પડી કે તે ગર્ભવતી છે કે નહીં. પરંતુ તેમાં કાંઈ નવાઈ જેવું નથી. ઘણીવાર આપણે સમાજ માં જોતા હોઈએ છીએ કે મહિલાને ખબર જ નથી પડતી. અથવા બહુ મોડેથી તેની જાણ થાય છે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે જો કે આપણે અહીં તેની ચર્ચા નથી કરવાની. ખાસ કરીને, જ્યારે પ્રથમ બાળકનો જન્મ થયો હોય, ત્યારે સામાન્ય માનવામાં આવતી પરિસ્થિતિઓ બનતી રહે છે અને સ્ત્રીને તેની જાણ હોતી નથી.
મહિલાને બાળક નહિ રાખવા માટે ઘણા અંગત કારણો પણ હોઈ શકે છે, જેમાં -તેણીને તેના પતિ સાથે અણબનાવ, આર્થિક સ્થિતિ, મેન્ટલ ફિટનેસ, . વિગેરે જેવા અનેક કારણો હોઈ શકે છે.
કોર્ટના નિર્ણય બાદ મહિલાએ બાળકને જન્મ આપી તેનો ઉછેર પણ કરવો પડશે, 24 અઠવાડિયામાં બાળકના ગર્ભપાત કરવાનો નિર્ણય કોઈપણ રીતે માતા માટે પીડાદાયક તો છે જ. કદાચ બાળકને જન્મ આપવાની પીડા તે ઘણા વર્ષો સુધી સહન કરશે.
તબીબી સમુદાયે પણ વિચાર્યું કે ગર્ભપાત માટેની સમય મર્યાદા વધારીને 26 અઠવાડિયા કરી શકાય છે. તેથી, જો સ્ત્રીનો જીવ જોખમમાં ન હોય અને તબીબી ગર્ભપાત થઈ શકે, તો આ મુદ્દો પણ વિચારવા જેવો છે. બીજું, પરિણીત કે અપરિણીત હોવાનો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે MTP એક્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો અપરિણીત છોકરી માતા બનવાની હોય તો તેને ગર્ભપાત કરાવવાનો અધિકાર છે. કાયદેસર રીતે પરિણીત અને અપરિણીત વચ્ચે કોઈ તફાવત નથી.
કાયદો કહે છે કે જો કોઈ ગર્ભવતી છે અને પ્રેગ્નન્સી 24 અઠવાડિયાની છે અને તે બાળકને જન્મ આપવા માંગતી નથી તો તેને ગર્ભપાત કરવાનો અધિકાર છે. જો કે કોઈ જીવ બચાવવો હોય તો એ પણ વિચારવું જોઈએ કે ભવિષ્યમાં એ જીવનનું શું થશે? આવી સંસ્થાઓ ઉભી કરવી જોઈએ જે આવા બાળકોની દેખરેખ કરી શકે અને તેમની સંભાળ રાખી શકે. મહિલાઓને અનેક રીતે દબાણ કરવામાં આવે છે. તેણીએ બાળકને જન્મ આપવો પડશે, પછી જો તેણી નોકરી કરે છે તો તેણીએ નોકરી છોડી દેવી પડશે, જો તે મજૂર હોય અથવા સમય પરિવારમાંથી આવતી હોય તો બાળકના ઉછેર સાથે તેણે નોકરી પણ કરવી પડે છે. તેથી, બાળકને જન્મ આપવો કે નહિ તે અધિકાર માત્ર સ્ત્રીને જ હોવો જોઈએ. સ્ત્રી જ જાણે છે કે તે બાળકને કેવું ભવિષ્ય આપી શકશે…!