પાટણના કૂડેર ગામે બાળા બહુચર નો અઢાર મો પાટોત્સવ યોજાયો
છ કલાક ના અખંડ આનંદ ના ગરબા નું આયોજન થયું
પાર્થો અલ્કેશ પંડ્યા પાટણ
પાટણ નજીક કૂડેર ગામે આવેલ બાળા બહુચર મંદિર ખાતેઆજ રોજ મંદિરનો અઢરમો પાટોત્સવ યોજાયો હતો આ ધાર્મિક પ્રસંગે છ કલાક ની અખંડ આનંદ ગરબા નું આયોજન થયું હતું
આનંદ ના ગરબા માં ગુજરાત માં થી પંદર થી વધુ ગરબા મંડળો ઉપસ્થિત રહ્યા હતા ,ચંદ્ર ગ્રહન ને લઈ મંદિર માં વિશેષ વ્યવસ્થા કરાઇ હતી
પાટણ એ ઐતિહાસિક નગરી છે અને અહી ગામડે ગામડે શ્રદ્ધા ના મંદિરો આવેલા છે ત્યારે નજીક ના કૂડેર ગામ માં બાળા બહુચર માતા નું મંદિર આવેલ છે અહી દર પૂનમે માં ના ભકતો દર્શન માટે આવે છે તો મંદિર દ્વારા અહી વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન થાય છે સમગ્ર ગુજરાત માંથી માંગ ભકતો અને તેમાંય ખાસ કરીને આનંદ ના ગરબા મંડળો અહી મનોકામના ના ગરબા ની માનતા પૂરી કરવા આવે છે તો જેની શ્રદ્ધા પૂર્ણ થઈ હોય તે ધજા સહિત ધાર્મિક કાર્યક્રમ માં જોડાય છે આજે આનંદ ના ગરબા ની છ કલાક ની સતત ધુંન બાદ સાંજે ભવ્ય મહા આરતી નું આયોજન થયું હતું
મંદિરના ટ્રસ્ટી ઇન્દિરાબા હિંમતસિંહ રાજપૂત દ્વારા સમગ્ર કાર્યક્રમ નું આયોજન થયું હતું છ કલાક ની આનંદ ના ગરબા બાદ મહા આરતી, તેમજ મંદિર આરતી યોજાઈ હતી