હાલમાં દેશના અનેક શહેરોમાં પ્રદુષણની માત્ર મોટા પ્રમાણમાં વધી ગઈ છે. જેમાં રાજધાની દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ ચાર્મ સીમાએ છે. આ પ્રદુષણને ઘટાડવા માટે કૃત્રિમ વરસાદનો પ્લાન અમલમાં મુકવા માટે વિચારણા ચાલી રહી છે. વાદળ બંધાય અને વરસાદ થાય તે આપણે બધાજ જાણીયે છીએ પરંતુ વગર વાદળે વગર સીઝને આપણી ઈચ્છા મુજબનો વરસાદ કેવી રીતે વરસાવી શકાય, તેની પાછળ વિજ્ઞાનના કાયા સિદ્ધાંતો કામ કરે છે આવો જાણીએ.
કૃત્રિમ વરસાદથી પ્રદૂષણ ઘટશે?
ક્લાઉડ સીડીંગ ટેકનોલોજી દ્વારા કૃત્રિમ વરસાદ કરવામાં આવે છે. IIT કાનપુરના નિષ્ણાતો 2017 થી ક્લાઉડ સીડિંગ દ્વારા કૃત્રિમ વરસાદ ઉત્પન્ન કરવાની તકનીક પર કામ કરી રહ્યા છે. આ વર્ષે જૂનમાં IIT કાનપુરને આમાં સફળતા મળી હતી. પરીક્ષણ દરમિયાન સેસ્ના એરક્રાફ્ટ (નાના વિમાન)ને પાંચ હજાર ફૂટની ઊંચાઈએ ઉડાડવામાં આવ્યા હતા. આ પછી, ક્લાઉડ સીડીંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વાદળોમાં કેમિકલ પાવડર છાંટવામાં આવ્યો, જેના કારણે પાણીના ટીપાં બનવા લાગ્યા. અને થોડીવાર બાદ આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો.
આ ક્લાઉડ સીડીંગ શું છે?
એવું માનવામાં આવે છે કે ક્લાઉડ સીડિંગ પર કામ 1940ના દાયકાથી ચાલી રહ્યું છે. અમેરિકા પર વિયેતનામ યુદ્ધમાં ક્લાઉડ સીડિંગનો હથિયાર તરીકે ઉપયોગ કરવાનો આરોપ છે. આના કારણે વિયેતનામી સૈન્યની સપ્લાય ચેઈન બગડી ગઈ હતી, કારણ કે વધુ પડતા વરસાદને કારણે જમીન દલદલી બની ગઈ હતી. જો કે, આ માટે કોઈ નક્કર પુરાવા નથી.
ક્લાઉડ સીડીંગ કેવી રીતે કરવામાં આવે છે?
ક્લાઉડ સીડીંગ એ હવામાનને બદલવાનો પ્રયાસ છે. આમાં વરસાદને કૃત્રિમ રીતે બનાવવામાં આવે છે. ક્લાઉડ સીડીંગની પ્રક્રિયા દરમિયાન, નાના એરક્રાફ્ટ વાદળોમાંથી પસાર થાય છે. આ વિમાનો સિલ્વર આયોડાઈડ, ડ્રાય આઈસ અને ક્લોરાઈડ છોડતા રહે છે. જેના કારણે વાદળોમાં પાણીના ટીપા જામી જાય છે. આ પાણીના ટીપાં પછી વરસાદ બનીને જમીન પર પડે છે.
ક્લાઉડ સીડિંગ દ્વારા કૃત્રિમ વરસાદ સામાન્ય વરસાદ કરતાં વધુ તીવ્ર હોય છે. જો કે, તે આ સમયગાળા દરમિયાન ઉપયોગમાં લેવાતા રસાયણોના જથ્થા પર પણ આધાર રાખે છે.
ચીનમાં કૃત્રિમ વરસાદ કરાવવામાં આવે છે.
ચીનની રાજધાની બેઇજિંગની ગણતરી વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં થાય છે. આવી સ્થિતિમાં, પ્રદૂષણ ઘટાડવા અને હવામાનને સ્વચ્છ રાખવા માટે અહીં ઘણીવાર કૃત્રિમ વરસાદ કરવામાં આવે છે. 2008 માં બેઇજિંગ ઓલિમ્પિક દરમિયાન વરસાદથી રમતને બગાડતા અટકાવવા માટે, ચીને હવામાન ફેરફાર સિસ્ટમનો ઉપયોગ કરીને સમય પહેલા જ વરસાદ કરાવ્યો હતો. ચીન સતત આ ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે. ક્લાઉડ સીડીંગ ટેક્નોલોજીનો વિસ્તાર વધારશે. ચીન વર્ષ 2025 સુધીમાં દેશના 55 લાખ ચોરસ કિલોમીટર વિસ્તારને કૃત્રિમ વરસાદ હેઠળ આવરી લેવાની યોજના ધરાવે છે. માત્ર ચીન જ નહીં, અન્ય ઘણા દેશો પણ આ કરી રહ્યા છે. જાપાને ટોક્યો ઓલિમ્પિક્સ અને પછી પેરાલિમ્પિક્સ દરમિયાન કૃત્રિમ વરસાદ જનરેટરનો પણ વ્યાપક ઉપયોગ કર્યો હતો. UAE માં હવામાન ઘણીવાર ગરમ હોય છે. વર્ષ 2022માં ક્લાઉડ સીડિંગ દ્વારા એટલો ભારે વરસાદ થયો હતો કે તેના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી.
થાઈલેન્ડ પણ આના પર કામ કરી રહ્યું છે. તેની યોજના 2037 સુધીમાં તેના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને કૃત્રિમ વરસાદથી હરિયાળા બનાવવાનો છે. 2017 માં, યુનાઇટેડ નેશન્સ સાથે સંકળાયેલ વિશ્વ હવામાન સંસ્થાએ અંદાજ લગાવ્યો હતો કે વિશ્વના 50 થી વધુ દેશોએ ક્લાઉડ સીડિંગનો પ્રયાસ કર્યો હતો. જેમાં ચીન, અમેરિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા અને જાપાન જેવા દેશોનો સમાવેશ થાય છે.
આનાથી જોખમ પણ છે.
દેશો એકબીજા પર આરોપ લગાવે છે કે તેઓ આ ટેક્નોલોજી દ્વારા દુશમન દેશની સરહદ પર વિનાશ વરી શકે છે. જેમ કે અતિશય વરસાદથી પૂરની સ્થિતિ ઉભી થાય છે. અને જાનમાલની ભારે હાનિ સહન કરવાનો વારો આવે છે.
શું આને નિયંત્રિત કરવા માટે કોઈ સંધિ છે?
યુનાઈટેડ નેશન્સ દ્વારા ઘણા સમય પહેલા એલર્ટ કરવામાં આવ્યું હતું કે દેશો એકબીજા સામે હવામાનમાં ફેરફાર કરવાની ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે. ઑક્ટોબર 1987માં જ, યુએનએ ENMOD (પ્રોહિબિશન ઑફ મિલિટરી અથવા એની અન્ય હોસ્ટાઈલ યુઝ ઑફ એન્વાયર્નમેન્ટલ મૉડિફિકેશન ટેકનિક)નો મુસદ્દો તૈયાર કર્યો હતો. આ ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે હવામાન દ્વારા કોઈ પણ દેશ બીજા દેશને પરેશાન કરી શકે નહીં.