ઊંઝા ના બ્રાહમણવાડા ગામે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમયે કરુંનાતિકા સર્જાઈ
પાટણ
મહેસાણા જિલ્લા ના ઊંઝા તાલુકા ના બ્રાહમણવાડા ગામે લાભ પાંચમ ના દિવસે કરુણાંતિકા સર્જાઈ હતી જેમાં ફટાકડા ના કારણે ગેસ ભરેલ ફુગ્ગા માં બ્લાસ્ટ થતાં ત્રીસ થી વધુ બાળકો ,યુવતીઓ,તેમજ મહિલાઓ દાજી જતા ઘટના સ્થળે અફરાતફરી મચી હતી અને તાત્કાલિક ઇજાગ્રસ્તો ને સારવાર માટે નજીક માં જે હોસ્પિટલ કે ખાનગી દવાખાના માં ખસેડી ને સારવાર શરૂ કરવા માં આવી હતી
આ અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર બ્રાહમણવાડા ગામે ગણપતિ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો હતો જેમાં ગ્રામજનો તેમજ આજુ બાજુના ગામના ગ્રામજનો આ પ્રાણ પ્રતિષ્ઠા માં ઉપસ્થિત રહ્યા હતા અને ધાર્મિક કાર્યક્રમ માણી રહ્યા હતબીજી બાજુ ગામ માં મેળા જેવો માહોલ હતો અને ધાર્મિક પ્રસંગોમાં વિવિધ સ્ટોલ ઘરવખરી , રમકડાં,ખાની પીણી ની લારીઓ હોય છે સાથે સાથે આવા પ્રસંગો માં બાળકોને ગેસના ફુગ્ગા નું આકર્ષણ હોય છે એટલે આવા પ્રસંગો માં ગેસ ના ફુગ્ગા નું પણ વેચાણ માટે આવતા હોય છે ત્યારે ઘટના સ્થળે બપોર ના સમયે કોઈ એ ફટાકડા ફોડતા હતા ત્યારે ફટાકડા નો એક તણખો અહી ગેસ ફુગ્ગા લઈ ને ઉભા રહેતા ફુગાવાલાઓ ને અડતા બ્લાસ્ટ થયો હતો અને સેકંડો માં આગ લાગી હતી અને આજુબાજુ ખરીદી કર્યા તેમજ ફુગ્ગા વેચવા વાળાઓ ઝપટ માં આવી જતા પ્રાથમિક અંદાજ મુજબ ત્રીસ થી વધુ લોકો દાઝ્યા હતા
આ ઘટના બનતા ઘટના સ્થળે દોડાદોડી થઈ હતી અને ઇમરજન્સી જાહેર કરી ઊંઝા સિદ્ધપુર, મહેસાણા ૧૦૮ ને તાત્કાલિક જાણ કરતા તમામ લોકો ને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઊંઝા કોટેજ સિવિલ ખાનગી તેમજ મહેસાણા પાટણ ની હોસ્પિટલો માં સારવાર અર્થે ખસેડાયા હતા