Tantrik vidhi : વલસાડની એક શાળામાં અંધશ્રદ્ધાનો ખેલ ખેલાયો હતો. જ્યાં વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય છે, ત્યાં ભુવો બોલાવીને વિધિ કરવામા આવી, એટલુ જ નહિ, શાળાથી નજીક નદી કિનારે 25 નારિયેળ, 12 મરધા અને એક બકરાની બલી પણ ચઢાવવામાં આવી છે. નદી કિનારે બલી ચઢાવ્યાના પુરાવા મળી આવ્યા છે.
શાળાના રસોઈયાએ તાંત્રિક બોલાવીને કરી વિધિ
વલસાડના ધરમપુરથી અંધશ્રદ્ધાનો ચોંકાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. 21મી સદીમાં પણ આવી અંધશ્રદ્ધા જોઈને તમને આશ્ચર્ય થશે. એક સ્કૂલમાં રસોઈયાએ શાળા પરિસરમાં બે તાંત્રિકને બોલાવી વિધિ કરી હતી. જી હા, વલસાડમાં ધરમપુરના નડગધરી ગામે સાદડપાડા સ્કૂલની ઘટના છે. જ્યાં 25 નાળિયેળ, 12 મરઘા અને 1 બકરાની બલી ચઢાવવામાં આવી હતી. બલી ચઢાવવાની વિધિ શાળાથી દૂર નદીમાં કરવામાં આવી હતી.
આ વાંચીને જ ગિફ્ટ સિટીમાં દારૂ પીવા જજો, નહિ તો… પસ્તાવાનો વારો આવશે
એસએમસી સભ્યોએ પોલીસને જાણ કરી
ધરમપુર નડગધરી ગામે સાદડપાડા સ્કૂલમાં રસોઈયા દ્વારા શાળા પરિસરમાં બે ભગત બોલાવી વિધિ કર્યાનો એસએમસી સભ્યોએ આક્ષેપ કર્યો છે. એસએમસી સભ્યોએ આ અંગે પોલીસ મથકમાં લેખિત અરજી કરી છે. જેમાં 25 નારીયળ,12 મરઘા અને 1 બકરાની બલી ચઢાવવામાં આવી છે. 1 થી 8 ધોરણની સ્કૂલમાં વિધિ કરવામાં આવતા બાળકો ભયભીત બન્યા છે. સમગ્ર પ્રકરણે વલસાડ જિલ્લામાં ચકચાર જગાવી છે.