વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રિસમસ ડેના પ્રસંગે કેટલાક સ્કૂલના બાળકોને પોતાના ઘરે આમંત્રિત કર્યા હતા. બાળકો ઉત્સાહ સાથે ત્યા પહોંચ્યા હતા અને પીએમ આવાસ અને ઓફિસના ભવ્ય નજારા જોવા મળ્યા હતા. પીએમ આવાસનું આર્કિટેક્ચર અને સુંદરતા જોઇને બાળકો ચોકી ગયા હતા. વીડિયોમાં બાળકો ખુશ જોવા મળતા હતા અને એમ લાગી રહ્યું છે કે તેમણે પોતાની આંખો પર વિશ્વાસ નથી થઇ રહ્યો.
પીએમ મોદીએ શેર કર્યો વીડિયો
પીએમ મોદીએ સોશિયલ મીડિયા ‘એક્સ’ પર વીડિયો શેર કર્યો છે. વડાપ્રધાને સોશિયલ મીડિયા પર કહ્યું કે એવું લાગે છે કે તેમની ઓફિસ અંતિમ પરીક્ષામાં પાસ થઇ ગઇ છે કારણ કે બાળકોએ તેને પસંદ કર્યું છે. પીએમ મોદીએ લખ્યુ, ‘જિજ્ઞાસુ યુવાઓએ 7, લોક કલ્યાણ માર્ગનો પ્રવાસ કરીને સ્પષ્ટ રીતે એક શાનદાર અનુભવની મજા માણી હતી. એવું લાગે છે કે મારી ઓફિસે અંતિમ પરીક્ષા પાસ કરી લીધી છે, બાળકોએ તેની પ્રશંસા કરી છે.’
PM ઓફિસની બાળકોએ લીધી મુલાકાત
વીડિયોમાં વિદ્યાર્થીઓ વડાપ્રધાન ઓફિસમાં જોવા મળી રહ્યાં છે. તે તે રૂમમાં પણ ગયા જ્યા કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકનું આયોજન કરવામાં આવે છે. બાળકોએ પીએમ આવાસના અલગ અલગ ભાગની મુલાકાત લીધી હતી.
Curious young minds traversing across 7, LKM clearly made for a great experience. Seems my office passed the ultimate test – they gave it a thumbs up! pic.twitter.com/Eampc8jlHq
— Narendra Modi (@narendramodi) December 27, 2023
અંદર શું જોવા મળ્યું?
- નટરાજની મૂર્તિ
- અશોક સ્તંભની પ્રતિકૃતિ
- કેટલીક ભવ્ય પેઇટિંગ્સ
- ઓફિસની છત પર વિશ્વનો નકશો
- લાઇટ્સ દ્વારા ભવ્ય સજાવટ
- મહેમાનો માટે ખાસ રૂમ
Valsad/ શાળાના રસોઈએ શાળાથી થોડે દૂર મરઘા અને 1 બકરાની બલી ચઢાવી તાંત્રિક વિધિ
આ વાંચીને જ ગિફ્ટ સિટીમાં દારૂ પીવા જજો, નહિ તો… પસ્તાવાનો વારો આવશે
વીડિયોમાં બીજુ શું છે?
વડાપ્રધાને જે વીડિયો શેર કર્યો છે તેની શરૂઆતમાં વિદ્યાર્થીઓને ક્રિસમસ અને નવા વર્ષની શુભકામનાઓ ગાતા સાંભળી શકાય છે. આ દરમિયાન વડાપ્રધાન ઇસાઇ સમાજના સભ્યો સાથે વાતચીત કરી રહ્યાં છે, તેમણે કેટલાક બાળકો સાથે વાત કરી હતી અને પૂછ્યુ કે શું તમે વડાપ્રધાનનું ઘર જોયું છે? બાળકોએ તેના જવાબમાં ના કહ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે મારી ટીમ તમને અહીં ફરવા માટે લઇ જશે.