JUNAGADHના વિસાવદરમાં શાળાએ જતી વિદ્યાર્થિનીનું(STUDENT) અપહરણ(KIDNAP) કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. અપહરણની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા સુરક્ષિત ગુજરાતના દાવા પોકળ સાબિત થયા છે.
જૂનાગઢના વિસાવદરમાં શાળાએ જતી સગીરાનું કારમાં અપહરણ કરનાર બે શખ્સોની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. જૂનાગઢના જય સુખાનંદી પોતાની સ્વીફ્ટ કારમાં બેસાડી અપહરણ કરી ગયો હતો. આ બનાવમાં પોલીસે જૂનાગઢના ઝાંઝરડા રોડ પરના એક એપાર્ટમેન્ટમાંથી ભોગ બનનાર સગીરા અને જય સુખાનંદીને ઝડપી લીધા હતા,
જય સુખા નંદી સગીરા સાથે વોટ્સએપમાં વાતો કરતા હતા. બાદમાં સગીરાની મરજી વિરુદ્ધ અપહરણ કરાયું હતું. જ્યારે મદદગારી કરનાર રિયાઝને લોધિકાથી દબોચી લીધો હતો. જો કે પોલીસની પ્રાથમિક પૂછપરછમા સગીરાએ દુષ્કર્મની વાતને નકારી હતી હાલ કોર્ટ મંજૂરી બાદ સગીરાનો મેડિકલ ટેસ્ટ કરાશે, હાલ સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
Gift city બાદ ગુજરાતના આ Turist સ્થળે મળશે દારૂમાં છૂટ? ઋષિકેશ પટેલે આપ્યા મોટા સંકેત
Valsad/ શાળાના રસોઈએ શાળાથી થોડે દૂર મરઘા અને 1 બકરાની બલી ચઢાવી તાંત્રિક વિધિ
આ વાંચીને જ ગિફ્ટ સિટીમાં દારૂ પીવા જજો, નહિ તો… પસ્તાવાનો વારો આવશે