ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ કોલેજ ઓફ કોમર્સ તથા ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ વિભાગના સયુક્ત ઉપક્રમે શારીરીક શિક્ષણના અધ્યાપકો માટેનો ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ તા:-09-01-24 થી 13-01-24 દરમ્યાન યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં યોગ, કસરત, માનસીક સંતુલન, ફીટનેશ, લાઈફ સ્ટાઈલ તથા ફુડ હેબીટ જેવા વિષયો ઉપર વિવિધ નિષ્ણાતોએ વ્યાખ્યાન આપ્યા હતા . યોગનું પ્રત્યક્ષ શિક્ષણ પણ આપ્યુ હતુ. ટ્રેકીંગ કરાવીને ફીટનેશની ટીપ્સ પણ આપી હતી. આ કાર્યક્રમના ઉદ્દઘાટન સમારોહમાં પ્રિન્સીપાલ સંજય વકીલે પ્રાસંગોચિત વક્તવ્ય આપ્યુ હતુ. કોલેજના પ્રા મહેશ સોનારાએ મુખ્ય વક્તા તરીકે વિચારો રજૂ કર્યા હતા.પ્રા .ડો .રમેશ ચૌધરીએ મહેમાનોનું સ્વાગત કર્યુ હતુ. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન પ્રા ડી.બી.દેસાઈ તથા પ્રા મહેન્દ્ર વસવાએ કર્યુ હતુ.