અયોધ્યાના રામ મંદિરની ભવ્યતા અને સુંદરતાના આ સમયે દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. 22 જાન્યુઆરી 2024ના રોજ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. આ દરમિયાન ફરી એકવાર રામ મંદિરની કેટલીક નવી તસવીરો સામે આવી છે.
વિશ્વનું ત્રીજું સૌથી મોટું હિન્દુ મંદિર
અયોધ્યાનું નવનિર્મિત રામ મંદિર 250 ફૂટ પહોળું, 380 ફૂટ લાંબુ અને 161 ફૂટ ઊંચું છે. બાંધકામ પૂર્ણ થયા પછી, આ રામ મંદિર સંકુલ વિશ્વનું ત્રીજું સૌથી મોટું હિન્દુ મંદિર હશે.
મંદિરમાં પ્રવેશ
નવી તસવીરોમાં મંદિરની બહારની ભવ્યતા સ્પષ્ટ દેખાય છે. મંદિરના સ્તંભોથી શરૂ કરીને દરેક ભાગ પર સુંદર કોતરણી જોવા મળે છે. 32 સીડીઓ ચઢીને ભક્તો રામલલાના દર્શન કરશે.
મંદિરનું ગર્ભગૃહ
નવી તસવીરોમાં મંદિરની અંદરની તસવીરો પણ સામેલ છે. જેમાં મંદિરની અંદરની સુંદરતા અને ભવ્યતા જોઈ શકાય છે. અહેવાલો અનુસાર, મંદિરના ગર્ભગૃહને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે ભક્તો 25 ફૂટ દૂરથી ભગવાન રામની છબી જોઈ શકશે.
સોનેરી દરવાજા
રામ મંદિરની દિવાલો પર દેવી-દેવતાઓની મૂર્તિઓ કોતરેલી છે. તેમની વચ્ચેના સુવર્ણ દરવાજાની આભા દેખાય છે. હાલમાં અન્ય તૈયારીઓની સાથે મંદિરમાં સોનાના દરવાજા લગાવવાનું કામ પણ ચાલી રહ્યું છે.
श्री राम जन्मभूमि मन्दिर के प्रवेश द्वार पर आज गज, सिंह, हनुमान जी और गरुड़ जी की मूर्तियाँ स्थापित की गईं हैं।
ये मूर्तियाँ राजस्थान के ग्राम बंसी पहाड़पुर के हल्के गुलाबी रंग के बलुआ पत्थर से बनी हैं।
Murtis of elephant, lion, Hanuman Ji & Garuda have been installed at the… pic.twitter.com/ACINxlum0p
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 4, 2024
મંદિર ત્રણ માળનું હશે
અયોધ્યામાં બની રહેલું રામ મંદિર ત્રણ માળનું હશે જેને પરંપરાગત નાગર શૈલીમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. શ્રી રામલલાની મૂર્તિ મુખ્ય ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે અને પહેલા માળે શ્રી રામ દરબાર હશે.
श्री राम जन्मभूमि मंदिर का भव्य सिंहद्वार
The Magnificent Sinh Dwar of Shri Ram Janmbhoomi Mandir.
📍Ayodhya pic.twitter.com/1BhjPpJh2N
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 4, 2024
પાંચ મંડપ હશે
રામ મંદિરમાં પાંચ મંડપ એટલે કે હોલ હશે. તેમાં નૃત્ય મંડપ, રંગ મંડપ, સભા મંડપ, પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપ હશે. લગભગ 1.5 લાખ ભક્તો સરળતાથી મંદિરના દર્શન કરી શકશે. ઉદ્ઘાટન બાદ રામ મંદિર દરરોજ 14 કલાક ખુલ્લુ રહેશે.
अयोध्या में निर्माणाधीन श्रीराम जन्मभूमि मंदिर की विशेषताएं:
1. मंदिर परम्परागत नागर शैली में बनाया जा रहा है।
2. मंदिर की लंबाई (पूर्व से पश्चिम) 380 फीट, चौड़ाई 250 फीट तथा ऊंचाई 161 फीट रहेगी।
3. मंदिर तीन मंजिला रहेगा। प्रत्येक मंजिल की ऊंचाई 20 फीट रहेगी। मंदिर में कुल… pic.twitter.com/BdKNdATqF6
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 4, 2024