વડોદરા શહેરમા હરણી તળાવ ખાતે બોટ પલટી ખાઈ જતા કેટલાક વિદ્યાર્થીઓ ડૂબ્યા છે. જો કે, કેટલા વિદ્યાર્થીઓએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો જેમાં સત્તાવાર જાહેરાત કરાવમાં આવી છે કે, આ દુર્ઘટનામાં 14 જેટલી જિંદગીઓનો જીવ ગયો છે. આ ઘટનાને પગલે કોન્ટ્રાક્ટરની બેદરકારી પણ સામે આવી છે. વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હતા. ત્યારે આ સમયે વર્ષ 1993માં જન્માષ્ટમીના દિવસે સુરસાગર તળાવમાં બોટીંગની શરૂઆત કરાઈ હતી. તે વખતે 20 વ્યક્તિઓની કેપેસિટીવાળી બોટમાં 38 લોકોને બેસાડી દેવાયા હતા. જેના કારણે બોટ પલ્ટી જતા 17 પરિવારના 22 લોકોનાં મૃત્યુ થયાં હતાં. તે ઘટના આજે તાજી થાય છે.
1993માં જાણો શું બની હતી ઘટના?
વર્ષ 1993માં જન્માષ્ટમીના દિવસે સુરસાગર તળાવમાં બોટીંગની શરૂઆત કરાઈ હતી. તે વખતે 20 વ્યક્તિઓની કેપેસિટીવાળી બોટમાં 38 લોકોને બેસાડી દેવાયા હતા. જેના કારણે બોટ પલ્ટી જતા 17 પરિવારના 22 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ દુર્ઘટનામાં મૃતકોના પરિવારને ન્યાય અને વળતર અપાવવા જાગૃત નાગરિક સંસ્થાના પુરુષોત્તમ મુરજાણીએ જિલ્લા ગ્રાહક કમિશન, રાજ્ય ગ્રાહક કમિશન અમદાવાદ, રાષ્ટ્રીય ગ્રાહક કમિશન અને છેલ્લે સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે 17 પરિવારજનોના 22 મૃતકોને વળતર પેટે 1.39 કરોડ ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ મામલે લડત ચલાવનાર પી.વી.મુરજાણીની 17 વર્ષની લડત બાદ મૃતકોના પરિવારજનોને વ્યાજ સાથે રૂ. 1.39 કરોડ ચૂકવવાનો પાલિકાને હુકમ કરાયો હતો. જે બાદ મ્યુ.કોર્પોરેશનને વળતર પેટેની રક્મ ચૂકવી હતી.