ram mandir: રામલલાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા પછી મંગળવાર સવારથી શ્રદ્ધાળુઓ માટે કપાટ ખોલવામાં આવ્યા પછી રામ મંદિરમાં દર્શન માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલા દર્શન પછી એટલી ભીડ વધી ગઇ કે તેને મેનેજ કરવામાં અવ્યવસ્થા સર્જાઇ હતી. ભારે ભીડને કારણે પેરા મિલિટ્રી ફોર્સને પણ સુરક્ષામાં ગોઠવવામાં આવી છે. બેરિકેટિંગ લગાવીને રસ્તાને બંધ કરવામાં આવ્યા છે માત્ર બહાર જવા દેવામાં આવે છે. રામ મંદિરની અંદર આવવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
#WATCH | Uttar Pradesh: Devotees in long queues to visit Ayodhya's Hanuman Garhi Temple today.
The Pran Pratishtha ceremony was done yesterday at Shri Ram Janmabhoomi Temple. pic.twitter.com/mSZIyjN53Z
— ANI (@ANI) January 23, 2024
સવારે 3 વાગ્યાથી લોકો લાઇનમાં લાગ્યા
અયોધ્યાના ભવ્ય મંદિરમાં (ram mandir) પ્રાણ પ્રતિષ્ઠા પછી મંગળવાર સવારથી જ સામાન્ય લોકો માટે રામલલાના કપાટ ખોલવામાં આવ્યા તો લોકો ઉમટી પડ્યા હતા. સવારે 3 વાગ્યાથી જ લોકો લાઇનમાં ઉભેલા જોવા મળ્યા હતા. સ્થિતિ એવી બની ગઇ કે મંદિર પરિસરમાં તૈનાત સુરક્ષા કર્મીઓએ સ્થિતિ કાબુમાં લેવી મુશ્કેલ બની ગઇ હતી. તે બાદ રેપિડ એક્શન ફોર્સને લગાવવામાં આવી હતી. તે બાદ કંટ્રોલ રૂમમાંથી વધારાના પોલીસ દળને બોલાવવામાં આવ્યો હતો જેથી સ્થિતિને સંભાળી શકાય.
શ્રદ્ધાળુઓની ભીડ એટલી હતી કે પોલીસ પણ મંદિરની અંદર જઇ શકી નહતી. શ્રદ્ધાળુઓને આ ખબર નહતી કે મંદિર પરિસરમાં શું લઇ જઇ શકાય અને શું ના લઇ જઇ શકાય. લૉકરની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ ભીડને જોતા તે પણ ઓછી લાગી રહી છે. સ્થિતિને સંભાળવામાં ફોર્સ જોડાયેલી છે. કહેવામાં આવે છે કે મંદિરમાં દર્શનનો સમય પણ વધારવામાં આવી શકે છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આજે પ્રથમ દિવસ છે જેને કારણે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે.