- મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્લેનમાં સવાર તમામ લોકોના મોત થયા છે. જોકે, રશિયાના સંરક્ષણ મંત્રાલયે આ અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે.
russian plane crash: રશિયા અને યુક્રેન વચ્ચે બે વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરરોજ બંને તરફથી અનેક લોકો માર્યા જાય છે. હવે વધુ એક દુઃખદ સમાચાર આવ્યા છે. મળતી માહિતી મુજબ, યુક્રેનના 65 યુદ્ધ કેદીઓને લઈ જતું રશિયન લશ્કરી વિમાન ક્રેશ થયું છે. જે રશિયન મિલિટરી પ્લેન ક્રેશ થયું છે તેનું નામ ઇલ્યુશિન II-76 મિલિટ્રી પ્લેન છે. તે યુક્રેનની સરહદે આવેલા વિસ્તાર બેલગોરોડમાં ક્રેશ થયું હતું.
પ્લેન ક્રેશ અંગેની માહિતી રશિયાની સરકારી સમાચાર એજન્સી RIA (russian goverment) દ્વારા આપવામાં આવી છે. RIA રશિયન સંરક્ષણ મંત્રાલયને ટાંકીને જણાવ્યું હતું કે આ યુક્રેનિયન યુદ્ધ કેદીઓને કેદીઓના વિનિમય કરાર હેઠળ યુક્રેન લઈ જવામાં આવી રહ્યા હતા. દુર્ઘટના સમયે વિમાનમાં યુદ્ધ કેદીઓ સિવાય છ ક્રૂ મેમ્બર્સ અને અન્ય ત્રણ લોકો પણ સવાર હતા.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે હાલમાં આ અંગે વધુ માહિતી આપવાનો ઈન્કાર કર્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે ક્રેમલિનને અકસ્માતની જાણ હતી પરંતુ તે અંગે વધુ ચર્ચા કરી શકે તેમ નથી.
દરેકના મૃત્યુના અહેવાલ
અલગ-અલગ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તમામ લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી એસોસિએટ પ્રેસને ટાંકીને પીટીઆઈએ લખ્યું છે કે પ્લેનમાં હાજર તમામ લોકોના મોત થઈ ગયા છે. જો કે, રશિયન સરકાર દ્વારા આની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચે ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશો વચ્ચેના યુદ્ધને 23 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. આ વખતે બંને દેશો વચ્ચે 48મી કેદીઓની અદલાબદલી થવાની હતી. અત્યાર સુધી બંને દેશોએ ઘણા કેદીઓને મુક્ત કર્યા છે. રશિયાએ 230 યુક્રેનિયન કેદીઓને મુક્ત કર્યા છે જ્યારે યુક્રેને 248 રશિયન કેદીઓને મુક્ત કર્યા છે.
To join our whatsapp group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
મમતા બેનર્જીની કારનો અકસ્માત, અકસ્માતમાં CM ઘાયલ, જાણો કેવી રીતે થયો અકસ્માત
ભૂલથી પણ આ દિશામાં આવી ઘડિયાળ ન લગાવો, નહીં તો જીવનમાં આવશે મુશ્કેલીઓ
હૃતિક-દીપિકાની ‘ફાઇટર’ રિલીઝ પહેલા જ છવાઈ ગઈ, એડવાન્સ બુકિંગમાં ફિલ્મે આટલા કરોડની કમાણી કરી