સુરતના પુણા વિસ્તારમાં રહેતી પરણીતાને અગાઉ સરથાણા વિસ્તારમાં રહેતા યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જોકે બાદમાં યુવકની પત્ની પરત આવી જતા બંને વચ્ચે અણબનાવ થયા હતા અને સંબંધો ઘટી ગયા હતા. પરંતુ ત્યારબાદ યુવકે પરણીતાને મળવા માટે બોલાવી હતી પરંતુ પરિણીતાએ મળવાની ના પાડી દેતા યુવકે પરણિતાને અને તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં પરંતુ યુવકે પોતાની પાસે રહેલા પરણીતાના ન્યૂડ ફોટો અને વિડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરી તેને બદનામ કરી હતી. જેથી આખરે ભોગ બનનાર પરણીતાએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બદનક્ષી નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે સરથાણા વિસ્તારમાં શ્યામધામ સોસાયટી વિભાગ ૩ માં આવેલ શ્યામસુંદર એપાર્ટમેન્ટમાં રહેતા દિનેશ રામજી સેંજલીયા અગાઉ પુણા વિસ્તારમાં રહેતી એક પરણીતાના પ્રેમ સંબંધમાં હતા. બંને વચ્ચે અવારનવાર વાતચીત થયા બાદ બંને અવારનવાર મુલાકાત પણ કરતા હતા. આ દરમિયાન દિનેશની પત્ની ઘરે પરત આવી જતા દિનેશએ પરણીતાને ફોન કરવાનું ઓછું કરી દીધું હતું અને બંને વચ્ચે વાતચીત પણ ઓછી થઈ ગઈ હતી. પરંતુ ત્યારબાદ પણ દિનેશે પરણીતાને અમુક વાર ફોન કરી માનસિક ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું.
આ દરમિયાન તારીખ 28-07-2023 ના રોજ દિનેશ એ પરણીતાને ફોન કરી મળવા માટે બોલાવી હતી. પરંતુ પરણીતાએ મળવાની ના પાડી દેતા દિનેશે તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ તારીખ 19/11/2023 ના રોજ ફરીથી દિનેશે પરિણીતાને ફોન કરી એલ ફેલ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ દિનેશ એ ગત તારીખ 15/1/2024 થી 18/1/2024 સુધીના સમયગાળા દરમિયાન પોતાની પાસે રહેલા પરણીતાના ન્યૂડ ફોટો અને વિડિયો સ્ક્રીનશોટ પરણીતાના ટેલિગ્રામ આઈડી માં મોકલી તથા પોતાના વોટ્સઅપ સ્ટેટસ માં મૂકી તેને બદનામ કરી હતી. જેથી આખરે આ મામલે પરણીતાએ સઘળી હકીકત પતિને જણાવ્યા બાદ તેઓએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દિનેશ સેંજલીયા સામે બદનક્ષી નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
To join our whatsapp group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
મમતા બેનર્જીની કારનો અકસ્માત, અકસ્માતમાં CM ઘાયલ, જાણો કેવી રીતે થયો અકસ્માત
‘ ૐ’ નો જાપ કરવાથી બધા અવરોધો દૂર થાય છે, જાણો તેનો જાપ કરવાના ફાયદા અને રીત.