sunny deol: સની દેઓલ બોલીવુડના મોસ્ટ ટેલેન્ટેડ એક્ટર્સ પૈકીના એક છે. સનીની વર્ષ 2023માં આવેલી ફિલ્મ ‘ગદર 2’ બ્લોકબસ્ટર રહી હતી. એક્ટર હાલ પોતાની આ ફિલ્મની ગ્રાન્ડ સક્સેસને ખૂબ એન્જોય કરી રહ્યા છે. આ સાથે જ એક્ટર પોતાની વધુ એક મોસ્ટ અવેટેડ ફિલ્મ લાહોર: 1947ને લઈને પણ ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મને આમિર ખાન પ્રોડક્શન્સ દ્વારા કો-પ્રોડ્યૂસ કરવામાં આવશે. આ લાહોર: 1947થી બોલીવુડની એક સુંદર એક્ટ્રેસ કમબેક કરી શકે છે.
sunny deol ની ફિલ્મથી પ્રીતિ ઝિંટા કરી શકે છે કમબેક
રિપોર્ટ અનુસાર પ્રીતિ ઝિંટાને 24 જાન્યુઆરીએ મુંબઈના એક સ્ટુડિયોની બહાર નીકળતા જોવામાં આવી. જ્યાં તે લુક ટેસ્ટ માટે ગઈ હતી. મળતી માહિતી અનુસાર અભિનેત્રીએ સની દેઓલની અપકમિંગ ફિલ્મ લાહોર: 1947 માટે પોતાનો લુક ટેસ્ટ આપ્યો હતો. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે આ ફિલ્મની સાથે એક્ટ્રેસ સિલ્વર સ્ક્રીન પર કમબેક કરી શકે છે. હાલ ચાહકો પ્રીતિને સનીની ફિલ્મમાં જોવા માટે એક્સાઈટેડ થઈ ગયા છે.
પ્રીતિ ઝિંટા અને સની દેઓલની જોડી પહેલા પણ ઘણી ફિલ્મોમાં નજર આવી ચૂકી છે. બંનેએ ‘હીરો: લવ સ્ટોરી ઓફ ધ સ્પાય’, ‘ફર્જ’ અને ‘ભૈયાજી સુપરહિટ’ જેવી ઘણી યાદગાર ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે. સની દેઓલે ગયા વર્ષે ગદર 2થી પોતાની શાનદાર વાપસી કરી, ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર હિટ રહી. પરિણામે આમિર ખાને તેમને લાહોર 1947 ઓફર કરી.
લાહોર: 1947નું શૂટિંગ ક્યારથી શરૂ થશે?
રિપોર્ટ અનુસાર આરએસ પ્રસન્ના નિર્દેશિત સિતારે જમીન પર આમિર ખાનના દિલની નજીક છે અને તેમણે એક એવી સ્ક્રિપ્ટ તૈયાર કરવા માટે પોતાનું બેસ્ટ આપ્યું છે જે દર્શકોને યોગ્ય ભાવનાત્મક રૂપથી પ્રભાવિત કરશે. આમિર સિતારે જમીન પર શો ને લીડ કરી રહ્યા છે તો તેમનું પ્રોડક્શન, લાહોર: 1947નું શૂટિંગ પણ ફેબ્રુઆરીમાં શરૂ કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર લાહોર: 1947 રાજકુમાર સંતોષી દ્વારા લેખિત એક પાર્ટિશિયમ ડ્રામા છે જેમાં સની દેઓલ લીડ રોલમાં નજર આવશે. ફિલ્મ 12 ફેબ્રુઆરી 2024ના ફ્લોર પર આવશે. યુગને ફરીથી રીક્રિએટ કરવા માટે મુંબઈમાં સેટનું કામ શરૂ થઈ ચુક્યું છે. વિભાજન યુગના આસપાસને ભારતને ફરીથી બનાવવા માટે ઘણા સેટ લગાવવા જઈ રહ્યા છે.
To join our whatsapp group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
સુરત/ પ્રેમ સંબંધ બાદ પુણામાં પરિણીતાના બીભત્સ ફોટો-વીડિયો વાયરલ કરનાર સામે ગુનો નોંધાયો
‘ ૐ’ નો જાપ કરવાથી બધા અવરોધો દૂર થાય છે, જાણો તેનો જાપ કરવાના ફાયદા અને રીત.