ASIના સર્વે રિપોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદના પરિસરમાં હિન્દુ મંદિર હોવાનો દાવો કરાયો છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી વારાણસીમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદના પરિસરમાં હાથ ધરાયેલા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) વિભાગનો સરવે રિપોર્ટ જોઈને ભડક્યાં હતાં અને એક વિદ્વાનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ASI હિન્દુત્વની ગુલામ બની ગઈ છે.
સર્વે રિપોર્ટમાં શું છે?
ASIના સર્વે રિપોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદના પરિસરમાં હિન્દુ મંદિર હોવાનો દાવો કરાયો છે. ગુરુવારે કોર્ટના આદેશ પર 839 પાનાના અહેવાલની નકલ તમામ પક્ષકારોને સોંપવામાં આવી હતી અને ત્યારબાદ મંદિર પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને 20 પાનાના ફાઈન્ડિંગ રિપોર્ટના આધારે જણાવ્યું હતું કે જ્ઞાનવાપી મસ્જિદ પહેલા એક મોટું હિન્દુ મંદિર હતું.
ઓવૈસીએ ASI સર્વે રિપોર્ટને ફગાવ્યો
અહેવાલ અનુસાર, ઓવૈસીએ એએસઆઈ સર્વે રિપોર્ટને ફગાવતાં કહ્યું કે આ સરવે પ્રોફેશનલ પુરાતત્વવિદો કે ઈતિહાસકારોના કોઈ પણ સમૂહ સામે એકેડમિક તપાસમાં ટકી નહીં શકે. આ રિપોર્ટ વૈજ્ઞાનિક અભ્યાસની મજાક બનાવી રહ્યો છે કેમ કે તે અનુમાન પર આધારિત છે. તેમણે આગળ એક વિદ્વાનના હવાલાથી કહ્યું કે એએસઆઈ હિન્દુત્વની ગુલામ છે.
To join our whatsapp group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
ગણતંત્ર દિવસ: શહીદ કેપ્ટન અંશુમનને મરણોત્તર કીર્તિ ચક્ર, જાણો સિયાચીન ગ્લેશિયરના બંકરમાં સૈનિકોને બચાવવાની કહાની
love jihad: ઓફિસમાં લવ જેહાદ! છોકરીને ફસાવી, બળાત્કાર ગુજાર્યો અને પછી તેનો ધર્મ બદલાવવાનો પ્રયાસ