vadodara: સંસ્કારી નગરી ફરી એકવાર શર્મસાર થઈ છે. કેટલાક વિડીયો વાઈરલ થઇ રહ્યા છે જેમાં પહેલી નજરે જોતા માત્ર આંતર વસ્ત્રો પહેરેલી 4 મહિલાઓ રસ્તા પર ભારે આક્રંદ કરતાં જોવા મળી રહી છે. વડોદરામાં જાહેરમાં મહિલાઓને ચોરીનો આરોપ મૂકીને ન માત્ર માર ઢોર માર મરાયો, પરંતુ તેમના શરીર પરથી કપડા પણ ન રહેવા દેવાયા.
પ્રાથમિક માહિતી મુજબ કારેલીબાગ વિસ્તારમાં આવેલી ઇંગ્લેન્ડ લોન્ડ્રીની દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરીને ચાર યુવતીઓ ભાગી રહી હતી. આ બાદ લોકોએ તેમનો પીછો કરતા આ ચારેય યુવતીએ પોતાની જાતે જ પોતાના કેટલાક કપડાં કાઢીને રોડ પર બેસીને તમાશો કર્યો હતો. જોકે, પીછો કરનાર લોકોએ નિર્વસ્ત્ર થઈ ગયેલી યુવતીઓને માર મારી પોલીસના હવાલે કરી દીધી છે.
ઘટના દરમિયાન તમામ પુરુષો રસ્તા પર મૂક પ્રેક્ષક બની તમાશો જોતા રહ્યા અને કેટલાક વિડીયો બનાવતા રહ્યા. સૂત્રો મુજબ, મહિલાઓએ પકડાઈ જતા તેમણે પોતે જાતે જ કેટલાક કપડા કાઢ્યા હતા. પરંતુ મહિલાઓના નિર્વસ્ત્ર થયા બાદનું લોકોનું આ વર્તન યોગ્ય ન કહી શકાય. જો મહિલા ચોરી કરે, તો પણ તેમને સજા અપાવવાનું કામ પોલીસ અને કાયદાનું છે. જાહેરમાં આ રીતે કૃત્ય કરતા કોઈને શરમ કેમ ન આવી ? કેમ મહિલાઓને કપડા પહેરાવવા કોઈ આગળ ન આવ્યું ? હાલ આ સમગ્ર મામલો કારેલીબાગ પોલીસ સ્ટેશન પર પહોંચ્યો છે. અને ચારેય મહિલાઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી છે.
whatsapp group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
માલદીવના સંસદમાં મારપીટ! તાનાશાહ રાષ્ટ્રપતિ મુઇઝ્ઝું ને વિપક્ષને સભાગૃહમાં પ્રવેશ કરવાથી રોકા હતા.
bihar politics: બિહારમાં પલટુરામ કોણ નથી?