Ahmedabad: લોકસભાની ચૂંટણીને માંડ ત્રણથી- ચાર મહિનાનો સમય બાકી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના એક પછી એક નેતાઓ કોંગ્રેસ પાર્ટીને રામ રામ કહી રહ્યા છે. અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બળવંત ગઢવીએ આપ્યું રાજીનામું આપી દીધું છે. ભાજપના જોડાઈ તેવી અટકળો ચાલી રહી છે.
બળવંત ગઢવી કાર્યકરો સાથે કેસરિયો ખેસ ધારણ કરશે
Ahmedabad જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બળવંત ગઢવીએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદથી લઈને તમામ હોદ્દા ઉપર રાજીનામું આપી દીધું છે.રાજીનામું ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને મોકલી આપ્યું છે. આવતીકાલે એટલે કે બળવંત ગઢવી કાર્યકરો સાથે સોમવારે કેસરિયો ખેસ ધારણ તેવા અહેવાલ મળી રહ્યા છે.
વટવા વિધાનસભા બેઠક પર 2022માં ચૂંટણી લડ્યા હતા
નોંધનીય છે કે, બળવંત ગઢવી વટવા વિધાનસભા બેઠક પર વર્ષ 2022માં ચૂંટણી લડ્યા હતા. જેમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વિજાપુરના ધારાસભ્ય સી.જે ચાવડાએ રાજીનામું આપી દીધું હતું. આ સાથે જ કોંગ્રેસનું સંખ્યાબંળ તુટીને 15 થઈ ગયું છે. આ પહેલા પણ કોંગ્રેસના ખંભાતના ધારાસભ્યે રાજીનામું આપ્યું હતું.
whatsapp group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
માલદીવના સંસદમાં મારપીટ! તાનાશાહ રાષ્ટ્રપતિ મુઇઝ્ઝું ને વિપક્ષને સભાગૃહમાં પ્રવેશ કરવાથી રોકા હતા.
bihar politics: બિહારમાં પલટુરામ કોણ નથી?