Gujarat Politics: લોકસભા ચૂંટણી 2024 નજીક આવી રહી છે તેમ તેમ પક્ષપલટા અને રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. હજુ થોડા દિવસ પહેલા જ વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો.
હવે ગુજરાત કોંગ્રેસમાં મોટા માથા કહેવાતા, જામજોધપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા અને ડભોઈના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ તેમજ બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે સોમવારે બપોરે એક કાર્યક્રમમાં ચિરાગ કાલરિયા અને બાલકૃષ્ણ પટેલને કેસરિયો પહેરાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, 2017માં ચિરાગ કાલરિયા જામજોધપુરની બેઠકથી કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી જીત્યા હતા, જ્યારે બાલકૃષ્ણ પટેલ 2022માં ડભોઇ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા. જો કે બાલકૃષ્ણ પટેલ ભાજપમાંથી જ કોંગ્રેસમાં ગયા હતા.
whatsapp group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
વડોદરા : અર્ધનગ્ન સ્થિતિમાં મહિલાઓને દોડાવીને માર મરાયો, ચોરી કરીને બચવા યુવતીઓએ રચ્યું તરકટ
36 સેકન્ડમાં હથોડાથી 27 વાર, માનવતા દાખવવા બદલ યુએસમાં ભારતીય વિદ્યાર્થીને મળ્યું ભયાનક મોત
અલ્લુ અર્જુનની ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં છે, ‘પુષ્પા 2’ના મેકર્સે આપ્યું મોટું અપડેટ